Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રાપજ ગમખ્વાર અકસ્માતના દિવંગતોનું ભાવનગરમાં સામુહિક બેસણું યોજાયું:રાજકીય-સામાજિક અગ્રણીઓ અને નાગરિકોએ આપી ભાવભીની શ્રદ્ધાંજલિ

    8 hours ago

    ત્રાપજ ગામ નજીક ગત 6 ઓક્ટોબરના રોજ સર્જાયેલા દર્દનાક માર્ગ અકસ્માતમાં અકાળે કાળધર્મ પામેલા પરિવારના 7 સભ્યોની આત્માની શાંતિ અર્થે આજે ભાવનગર ખાતે એક સંયુક્ત સ્મરણાંજલિ તથા બેસણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રેસન્ટ પાસે આવેલા શિવ શક્તિ હોલમાં સવારે 9:30 થી 11:30 કલાક દરમિયાન યોજાયેલી આ સંયુક્ત પ્રાર્થના સભામાં ભાવેણા પરિવાર શોકમગ્ન બન્યો હતો. આ અકસ્માતમાં દિવંગત થયેલા સભ્યો 1. જયેશભાઈ હિંમતલાલ વસાણી (ઉં.વ. ૫૮) 2. પ્રિતેશભાઇ બિપિનચંદ્ર ભાયાણી (ઉં.વ. ૪૯) 3. ભાર્ગવપરી વિલાસપરી ગોસાઈ (ઉં.વ. ૩૨) 4. યોગીતભાઈ નટુભાઈ અજમેરા (ઉં.વ. ૫૧) 5. વિજયકુમાર ચંદુલાલ વોરા (ઉં.વ. ૬૮) 6. હિરેનકુમાર મહેશભાઈ મહેતા (ઉં.વ. ૫૬) 7. પિયુષભાઈ બીપીનચંદ્ર શાહ (ઉં.વ. ૫૩) આ સંયુક્ત બેસણાનું આયોજન પારસ સ્ટીલ કોર્પોરેશન (પ્લોટ નં. ૧૪૦), વિજયકુમાર એન્ડ કંપની (પ્લોટ નં. ૧૩૮), ડલકણ શીપ બ્રેકિંગ લિ. (પ્લોટ નં. ૫૬) તથા ભૂપતરાય ચીમનલાલ શાહ ઢાણાવાળા સહ-પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ આ દુઃખદ પ્રસંગે ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા, શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ, વિવિધ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાવેણાવાસીઓએ ઉપસ્થિત રહી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી. પ્રાર્થના સભાના અંતે પરિવાર વતી ધર્મેન્દ્રભાઈ ટાણાવાળાએ જણાવ્યું હતું કે, "અમારા પરિવારમાં બનેલી આ અત્યંત દુઃખદ ઘટના સમયે ભાવનગરના સમસ્ત પરિવારજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે અમારા મુશ્કેલ સમયમાં પધારીને પરિવારને જે સાંત્વના અપી છે તે બદલ અમે આખી જિંદગી સૌના ઋણી રહીશું., પ્રાર્થના સભાના અંતે ઉપસ્થિત સૌએ ઈશ્વર દિવંગત આત્માઓને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે તેવી પ્રાર્થના કરી હતી...
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ દ્વારા “મત બચાવો – દેશ બચાવો” પદયાત્રા યોજાઈ.:બંધારણ અને લોકશાહીના રક્ષણ માટે જૂનાગઢમાં કોંગ્રેસે કાઢી પદયાત્રા, ચૂંટણી પંચ સામે ગંભીર આક્ષેપો સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.
    Next Article
    જાંબુઘોડા હાઈવે પર ટેન્કર દુકાનમાં ઘૂસતા પિતા-પુત્રીનું કરુણ મોત:9 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત, મૃતકના પત્નીનો આબાદ બચાવ, પોલીસે અકસ્માત સર્જનાર ટેન્કર ચાલકને ઝડપી પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment