Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાંબુઘોડા હાઈવે પર ટેન્કર દુકાનમાં ઘૂસતા પિતા-પુત્રીનું કરુણ મોત:9 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત, મૃતકના પત્નીનો આબાદ બચાવ, પોલીસે અકસ્માત સર્જનાર ટેન્કર ચાલકને ઝડપી પાડ્યો

    12 hours ago

    જાંબુઘોડા-હાલોલ નેશનલ હાઈવે નંબર 756 પર આવેલા ઝબાન ગામના મલબાર પાટિયા પાસે એક અત્યંત ગંભીર અને ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા ટેન્કરના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં, રસ્તા પરના વાહનો તથા પદયાત્રીઓને અડફેટે લઈ ટેન્કર માર્ગ કિનારે આવેલી ખાણીપીણીની દુકાનમાં ઘૂસી ગયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં દુકાન ચલાવતા દીપસંગભાઈ રાઠવા અને તેમની માસૂમ પુત્રી દેવાંશીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. સામેથી આવતી ટ્રક, પદયાત્રીઓની ગાડી અને દુકાનને ટેન્કરે ચગદી ઘટના સમયે જાંબુઘોડા તરફથી આવતા ટેન્કરે સૌપ્રથમ સામેથી આવતી ટ્રક સાથે જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ પાવાગઢથી દર્શન કરીને મધ્યપ્રદેશ પરત ફરી રહેલા શ્રદ્ધાળુ પદયાત્રીઓની ગાડી તથા ચાલી રહેલા લોકોને અડફેટે લીધા હતા. આટલેથી ન અટકતાં ટેન્કર દીપસંગભાઈની દુકાનમાં ઘૂસી જતાં પિતા-પુત્રી તોતિંગ ટાયરો નીચે કચડાઈ ગયા હતા, જ્યારે રસોડામાં હાજર મૃતકના પત્નીનો આબાદ બચાવ થયો હતો. 9 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત, ગંભીર 6 દર્દીઓને બોડેલી રિફર કરાયા આ અકસ્માતમાં મધ્યપ્રદેશના ૯ જેટલા પદયાત્રીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવાની 4 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખસેડાયા હતા. ત્યાં 4 ડોક્ટરોની ટીમે પ્રાથમિક સારવાર આપી હતી, જે પૈકી વધુ ગંભીર હાલત ધરાવતા 6 ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે બોડેલી ખાતે રિફર કરવામાં આવ્યા છે. પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી જાંબુઘોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હાઈવે પરનો ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક બંશી ભાઈ ફતુ શીંગ ગેલોતને ઝડપી પાડ્યો. આ સાથે મૃતક પિતા-પુત્રીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વિધિવત રીતે પરિવારજનોને સોંપવાની તજવીજ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ત્રાપજ ગમખ્વાર અકસ્માતના દિવંગતોનું ભાવનગરમાં સામુહિક બેસણું યોજાયું:રાજકીય-સામાજિક અગ્રણીઓ અને નાગરિકોએ આપી ભાવભીની શ્રદ્ધાંજલિ
    Next Article
    'घर डूब गया, बच्चों की जान चली गई, खाना-पानी कुछ नहीं' Lucknow Fazullaganj Flood | Gomti River

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment