Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ દ્વારા “મત બચાવો – દેશ બચાવો” પદયાત્રા યોજાઈ.:બંધારણ અને લોકશાહીના રક્ષણ માટે જૂનાગઢમાં કોંગ્રેસે કાઢી પદયાત્રા, ચૂંટણી પંચ સામે ગંભીર આક્ષેપો સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

    9 hours ago

    ​જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી અને મતાધિકારના રક્ષણના સંકલ્પ સાથે “મત બચાવો – દેશ બચાવો” પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢના કાળવા ચોક ખાતે આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો અને આગેવાનો જોડાયા હતા. ​જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે, દેશમાં લોકશાહી અને બંધારણના મૂલ્યોને ખતમ કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો તે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની બિનઅધિકૃત રીતે ધરપકડ કરવામાં આવી છે. દેશના લોકોનો અવાજ બનીને કરોડો મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાનું કે ડિલીટ કરવાનું કામ કરવાના આક્ષેપો સાથે ગ્યાનેશકુમાર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તેમને પદ પરથી હટાવવાની માંગણી દોહરાવી હતી. ​અમિત પટેલે આજના દિવસને 'બ્લેક ડે' તરીકે ઓળખાવતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દેશના મતદારના અધિકાર અને લોકશાહીને બચાવવા માટે સતત સંઘર્ષ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના ઈશારે લોકશાહી વિરોધી કૃત્યો થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરી તેમણે ગ્યાનેશકુમારના રાજીનામાની માંગ કરી હતી અને આ પ્રકારના કૃત્યો કરનાર સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાવી હતી. ​આ તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં કલેક્ટર મારફત મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં મુખ્ય રજૂઆત કરવામાં આવી હતી કે વોટની ચોરી કરવાનું, વોટનો બહિષ્કાર કરવાનું અને મતદાર યાદીમાંથી નામ રદ્દ કરી મતદારનો મૂળભૂત અધિકાર છીનવવાનું કામ કરવામાં આવ્યું છે, ત્યારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરી એફઆઈઆર દાખલ કરવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી વી.સી. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું:ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ‘ચતુર્થ સ્નેહ સંગમ’ નાલંદા વિદ્યાલય, વીરપર ખાતે યોજાયો
    Next Article
    ત્રાપજ ગમખ્વાર અકસ્માતના દિવંગતોનું ભાવનગરમાં સામુહિક બેસણું યોજાયું:રાજકીય-સામાજિક અગ્રણીઓ અને નાગરિકોએ આપી ભાવભીની શ્રદ્ધાંજલિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment