Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુનિવર્સિટીનો કલ્પવૃક્ષ યુવા મહોત્સવ સંપન્ન:સંગીતમાં પાટણ અને ડાન્સ-સાહિત્યમાં વિસનગર કોલેજ છવાઈ

    1 day ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે યોજાયેલા બે દિવસીય 37મા ‘કલ્પવૃક્ષ’ યુવા મહોત્સવનું રોમાંચક સમાપન થયું છે. ઉત્તર ગુજરાતની 104 કોલેજોના 1636થી વધુ કલાકારો વચ્ચે 23 વિવિધ સાંસ્કૃતિક અને કલા સ્પર્ધાઓમાં ભારે હરીફાઈ જોવા મળી હતી. બે દિવસ દરમિયાન કલા, સંગીત, નાટક અને સાહિત્યના વિવિધ મંચો પરથી વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પરિણામોમાં પોતાનો વિજયધ્વજ લહેરાવ્યો છે. સમગ્ર યુવા મહોત્સવમાં પાટણની શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજ સૌથી સફળ ટીમ તરીકે ઊભરી આવી છે. આ કોલેજે સંગીત વિભાગમાં અભૂતપૂર્વ પ્રદર્શન કરતાં પાંચ અલગ-અલગ સ્પર્ધાઓમાં પ્રથમ (First) ક્રમાંક હાંસલ કર્યો છે. મ્યુઝિક વેસ્ટર્ન વોકલ (સોલો) , મ્યુઝિક ગ્રુપ સોંગ (વેસ્ટર્ન) , મ્યુઝિક ગ્રુપ સોંગ (ઇન્ડિયન) ,ક્લાસિકલ વોકલ સોલો ,ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ સોલો (પર્કશન) આ ઉપરાંત, ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ (નોન-પર્કશન)માં પણ આ કોલેજે પ્રથમ સ્થાન તથા લાઈટ વોકલમાં દ્વિતીય સ્થાન મેળવી સંગીતના ક્ષેત્રમાં પોતાનું સંપૂર્ણ વર્ચસ્વ સાબિત કર્યું છે. ડાન્સ અને સાહિત્ય વિભાગમાં એમ એન કોલેજ, વિસનગરનો દબદબો રહ્યો હતો, જેણે લોકનૃત્ય , શાસ્ત્રીય નૃત્ય તેમજ વાદ-વિવાદ સ્પર્ધામાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ફાઇન આર્ટ્સમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચર અને એમ.એ. પરીખ ફાઇન આર્ટ્સ ઝળકી દ્રશ્ય-શ્રાવ્ય અને ચિત્રકળા ક્ષેત્રે પાટણની ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચર ક્વિઝ, પોસ્ટર મેકિંગ અને કાર્ટૂનિંગ સ્પર્ધામાં પ્રથમ રહી હતી. જ્યારે એમ.એ. પરીખ ફાઇન આર્ટ્સ કોલેજ, પાલનપુર ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ અને ક્લે મોડેલિંગમાં પ્રથમ રહી હતી. તદુપરાંત સ્પોટ ફોટોગ્રાફીમાં થરા કોલેજ, રંગોળીમાં જી.ડી. મોડી કોલેજ, પાલનપુર અને કોલાજમાં શેઠ વ્યુ.એસ. લો કોલેજ, ઊંઝાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વિવિધ કોલેજો વચ્ચે બરાબરીની ટક્કર નાટ્ય સ્પર્ધાઓમાં થિયેટર સ્કિટમાં મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બાસપા (સામી), વન એક્ટ પ્લે (એકાંકી)માં શ્રીમતી એમ. સી. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, પ્રાંતિજ, મિમિક્રીમાં જી. વી. વાઘેલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દેવોદર અને માઈમ સ્પર્ધામાં મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન સાયન્સ કોલેજ, મહેસાણા પ્રથમ ક્રમે રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:પાલિકામાં નવા લાવેલા 10 છોટા ‎હાથી ચલાવવા ડ્રાઇવરો જ નથી‎
    Next Article
    ‘મારી જોડે સંબંધ બાંધ, 63 જન્મ સુધી રાણી બનીશ’:ગુરુ બળાત્કારનો આરોપી, શિષ્ય બોલ્યો- હું શિવ છું; દિલ્હીના આશ્રમમાં શું ચાલી રહ્યું છે?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment