Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:પાલિકામાં નવા લાવેલા 10 છોટા ‎હાથી ચલાવવા ડ્રાઇવરો જ નથી‎

    1 day ago

    પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખામાં વાહનોની સંખ્યા વધીને 47 થઈ ગઈ છે, પણ ચાલકોની ઘટને કારણે ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાનો દાવો કાગળ પર રહ્યો છે. બુધવારે 3 નવી ભરતી કરવા છતાં હજુ 10 ડ્રાઇવરોની સીધી અછત છે. બીજી તરફ, સ્વચ્છતા શાખા ડિસેમ્બરથી નવી એજન્સી લાવીને દર 60 ઘરે કચરા પોઈન્ટ મુકીને કચરાના વર્ગીકરણ સાથે નવી સિસ્ટમ અમલી બનાવવાની તૈયારી કરી રહી છે. પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પાટણ નગરપાલિકા દ્વારા કચરા સંગ્રહ માટે નવા 10 "છોટા હાથી" વાહનો ખરીદવામાં આવ્યા છે, જેનાથી પાલિકાના કુલ વાહનોની સંખ્યા 47 પર પહોંચી છે. પરંતુ આ વાહનો રસ્તા પર દોડાવવા માટે પાલિકા પાસે પૂરતા ડ્રાઈવરો જ નથી. વાહનો તો આવી ગયા પરંતુ ચાલકોના અભાવે આ નવા વાહનો અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે. એક તરફ પાલિકા શહેરમાં ટકાઉ અને ક્ષમતાપૂર્ણ ડોર-ટુ-ડોર કચરા સંગ્રહના મોટા-મોટા દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ ડ્રાઈવરોની આ કારમી અછત વચ્ચે આ અનુસંધાન પાના -3 નવા આવેલા 10 છોટા હાથી પાલિકા કેમ્પસમાં પડ્યા છે. કચરાનું એકત્રિતકરણ માટે નવું આયોજન સ્વચ્છતા શાખાના ચેરમેન ચેતનાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હાલમાં સ્વચ્છતા શાખા વોર્ડ નંબર 8 આધારિત ડોર-ટુ-ડોર કામગીરી કરી રહી છે. પાટણ શહેરની અંદાજે 80000 મિલકતોના આધારે વાહનોની નવી ફાળવણી કરવામાં આવશે. આગામી સમયમાં આ કામગીરી માટે નવી એજન્સી લાવવાનું આયોજન છે, જેમાં હાલના 800 મકાને એક પોઈન્ટની જગ્યાએ દર 60 મિલકત વચ્ચે એક પોઈન્ટ મુકાશે. આ ઉપરાંત, આવનારા દિવસોમાં 8 ને બદલે 11 વોર્ડ મુજબ સ્વચ્છતા શાખાની કામગીરીનું નવું વિભાજન કરવામાં આવશે. આંતરા દિવસે કચરાનો નિકાલ થાય છે : સ્થાનિક અસર : પાટણ શહેરમાં પદ્મનાથ વિસ્તારમાં રહેતા ચેતનભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અત્યારે કચરો લેવા માટે છોટા હાથી એક દિવસ કાઢીને આંતરા દિવસે આવે છે. જેના કારણે કચરાનો સંગ્રહ ગંદકી થોડી વધુ થાય છે કારણ કે રોજે રોજ કચરાનો નિકાલ થાય તો વધુ સારું રહી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ગામડાંમાંથી આવેલા અરજદારોને 4 કલાક સુધી ધક્કા:પાટણ પાલિકામાં સેવા જ્યોતિ યાત્રાના કારણે વહીવટી કામગીરી ઠપ્પ, અરજદારોને પરેશાની
    Next Article
    યુનિવર્સિટીનો કલ્પવૃક્ષ યુવા મહોત્સવ સંપન્ન:સંગીતમાં પાટણ અને ડાન્સ-સાહિત્યમાં વિસનગર કોલેજ છવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment