Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભંડુરી ગામે દારૂના વિરોધમાં ફાયરિંગ કરનાર આરોપીઓની ધરપકડ.:દેશી દારૂના વેચાણનો વિરોધ કરવા બાબતે ફરિયાદીના ઘર પર ફાયરિંગ કરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી,અન્ય આરોપીઓને પકડવા પોલીસે તપાસ હાથ ધરી

    8 hours ago

    જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં ભંડુરી ગામમાં દારૂ વેચવાની ના કહેવા બાબતે આરોપીઓએ ભૂલી ગાળો માંડી ફરિયાદી સુપર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. ભંડુરી ગામમાં રહેતા એજાજ સુલેમાનભાઈ ગંભીર નામના 33 વર્ષીય યુવાન પર ગત 06 ઓક્ટોબરની રાત્રે અગીયારેક વાગ્યાના અરસામાં ઘાતક હુમલો અને ફાયરિંગની ગંભીર ઘટના બની હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમના ઘરની સામે રહેતી રોશનબેન હુશેનભાઈ સાળ દ્વારા છેલ્લા બે વર્ષથી ચોરી-છૂપીથી દેશી દારૂ વેચવાનો ધંધો કરવામાં આવે છે, જેનો અગાઉ પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને તે બાબતે મનદુઃખ રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. ગઇકાલે રાત્રે રોશનબેન, તેમના બંને દીકરાઓ (આસીફ અને ઈમ્તીયાઝ), રોશનબેનનો જમાઈ રસુલ તથા અન્ય પરિવારજનો ફરિયાદીના ઘરે આવી પહોંચ્યા હતા અને ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. ​આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી હતી કે તમે દારૂ વેચવાની ના કેમ પાડો છો અને બાર નીકળશો તો તમને જાનથી પતાવી દઈશું. આ દરમિયાન ડરાવવા આરોપી આસીફ સાળ પોતાની પાસે રહેલી દેશી લાકડાની જામગરી બંદૂકમાંથી ફરિયાદીના ઘર સામે ફાયરિંગ કર્યું હતું અને જાહેરનામાનો ભંગ કર્યો હતો. અગાઉના 15 દિવસ પહેલા પણ આ લોકો દ્વારા બે ફાયરિંગ કરવામાં આવ્યા હતા. ​આ ઘટના અંગે તુરંત પોલીસ હેલ્પલાઈન 112 પર ફોન કરવામાં આવતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 351(3), 352, 54 તેમજ આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ​આ સમગ્ર મામલે ડી.વાય.એસ.પી. દિનેશ કોડીયાતરે વિગતવાર જણાવ્યું હતું કે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસની અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ ગુનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓને તાત્કાલિક ઝડપી લીધા છે, જ્યારે હાલ આ સમગ્ર કેસની વધુ તપાસ ઇન્ચાર્જ પી.આઈ. હુંબલ દ્વારા ચલાવવામાં આવી રહી છે. ફરિયાદી અને તેમના પરિવારની માંગ છે કે આ આરોપીઓને કડકમાં કડક સજા મળે અને તેઓ આ ગામમાંથી કાયમ માટે નીકળી જાય.
    Click here to Read More
    Previous Article
    ઉદવાડા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી:5 મત મેળવી વિજય પટેલ વિજેતા, સરોશ ઈરાનીનું ફોર્મ રદ્દ થતાં કોર્ટમાં પડકારશે
    Next Article
    સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બે દરખાસ્ત:ટેક્સટાઇલ હબ આંજણા-ભાઠેનાને જોડતો લિંબાયતનો મુખ્ય માર્ગ 100 ફૂટનો બનશે, 14 રૂફટોપ સોલાર પ્લાન્ટ અમદાવાદની એજન્સીને સોંપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment