Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉદવાડા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી:5 મત મેળવી વિજય પટેલ વિજેતા, સરોશ ઈરાનીનું ફોર્મ રદ્દ થતાં કોર્ટમાં પડકારશે

    8 hours ago

    પારડી તાલુકાના ઉદવાડા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. પારડી તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી વનરાજસિંહ પરમારના અધ્યક્ષસ્થાને પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉપસરપંચ પદ માટે કુલ ત્રણ ઉમેદવારી ફોર્મ રજૂ થયાં હતાં, જેમાં સરોશ ઈરાની, વિજય વિઠ્ઠલભાઈ પટેલ અને કુમુદબેન ઈશ્વરભાઈ પટેલનો સમાવેશ થતો હતો. સરોશ ઈરાનીનું ફોર્મ રદ થતાં બે ઉમેદવારો વચ્ચે જંગ જિલ્લા વિકાસ અધિકારીના હુકમ મુજબ અગાઉના ડેપ્યુટી સરપંચ સરોશ ઈરાનીનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. પરિણામે ચૂંટણીમાં વિજય વિઠ્ઠલભાઈ પટેલ અને કુમુદબેન ઈશ્વરભાઈ પટેલ વચ્ચે સીધો મુકાબલો રહ્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી કરવામાં આવતાં વિજય પટેલને 5 મત અને કુમુદબેન પટેલને 4 મત મળ્યા હતા. આમ, વિજય પટેલને એક મતની સરસાઈથી ઉદવાડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટમાં ચૂંટણીને પડકારીશ : સરોશ ઈરાની ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ સરોશ ઈરાનીએ ચૂંટણી પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમની પાસે સેશન કોર્ટનો ઓર્ડર હોવા છતાં તેમને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા દેવામાં આવ્યો નથી. ઉપરાંત, ફોર્મ રદ કરવા અંગે તેમને લેખિત કારણ આપવામાં આવ્યું ન હોવાનો પણ તેમણે રોષ વ્યક્ત કર્યો હતો. સરોશ ઈરાનીએ આ ચૂંટણીને કોર્ટમાં પડકારવાની વાત કરી હતી. ચૂંટણી અધિકારીએ કહ્યું- કોર્ટનો સત્તાવાર ઓર્ડર મળ્યો નથી સરોશ ઈરાનીના આક્ષેપ અંગે ચૂંટણી અધિકારી વનરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે તેમને કોઈ નામદાર કોર્ટનો સત્તાવાર ઓર્ડર પ્રાપ્ત થયો ન હતો. તેથી જિલ્લા વિકાસ અધિકારીના હુકમ મુજબ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું. અગાઉથી જ પંચાયતમાં વિવાદની સ્થિતિ ઉદવાડા ગ્રામ પંચાયતની ભાજપ સમર્થિત બોડીમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ACBની કાર્યવાહી બાદ સરપંચ ધર્મેન્દ્રભાઈ પટેલની ગેરહાજરી તેમજ સરોશ ઈરાની અને ધર્મિષ્ઠાબેન સામેની કાયદાકીય કાર્યવાહી વચ્ચે ઉપસરપંચની ચૂંટણી યોજાઈ હતી. હવે વિજય પટેલની જીત બાદ પંચાયતના વહીવટી સમીકરણોમાં ફેરફાર જોવા મળે તેવી ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ, ACBની કાર્યવાહી બાદ સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલ હાજર ન થતાં તેમના મામલે પણ વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    'Women Go Through A Lot': Soundarya Rajinikanth On Katrina Kaif's Post-Pregnancy Trolling
    Next Article
    ભંડુરી ગામે દારૂના વિરોધમાં ફાયરિંગ કરનાર આરોપીઓની ધરપકડ.:દેશી દારૂના વેચાણનો વિરોધ કરવા બાબતે ફરિયાદીના ઘર પર ફાયરિંગ કરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી,અન્ય આરોપીઓને પકડવા પોલીસે તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment