Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસાવદર પાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચાશે:કોંગ્રેસનો સાથ લેનારા ભાજપના યુવાન સભ્યોને અપાયો ઠપકો, જૂનાગઢ ભાજપ કાર્યાલયેથી ઉકેલાયો વિવાદ

    18 hours ago

    વિસાવદર નગરપાલિકામાં છેલ્લા બે દિવસથી ગરમાયેલા રાજકીય વાતાવરણનો આખરે સુખદ અંત આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત મામલે જૂનાગઢ જિલ્લા ભાજપના મોવડીઓએ સફળ ડેમેજ કંટ્રોલ કર્યું છે. પાર્ટીના સિનિયર આગેવાનોની સમજાવટ બાદ તમામ પક્ષકારોએ વિવાદનો અંત આણ્યો છે અને "ઘીના ઠામમાં ઘી પડ્યું" હોય તેમ મામલો થાળે પડી ગયો છે. અવિશ્વાસની દરખાસ્ત અને બળવાનું મુખ્ય કારણ બે દિવસ પહેલા વિસાવદર નગરપાલિકાના ભાજપ શાસનમાં મોટો ભડકો જોવા મળ્યો હતો. 14 ભાજપ અને 3 કોંગ્રેસ એમ કુલ 17 સભ્યોએ એકસાથે મળીને મહિલા પ્રમુખ દયાબેન ભરતભાઈ સોલંકી ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. બળવો કરનાર સભ્યોનો આક્ષેપ હતો કે પ્રમુખ મનમાની ચલાવે છે, સભ્યોને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી રીતે વહીવટ કરે છે અને નગરપાલિકામાં અણઘડ વહીવટ ચાલી રહ્યો છે. આ આક્ષેપો સાથે પ્રમુખ વિરુદ્ધ સત્તાવાર અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. જૂનાગઢ ભાજપ કાર્યાલયે ડેમેજ કંટ્રોલ બેઠક પાલિકામાં ભડકો થતાં જ જૂનાગઢ જિલ્લા ભાજપ સક્રિય બન્યું હતું. વિસાવદર નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યોને તાત્કાલિક જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા, જિલ્લાના પ્રભારી અરવિંદભાઈ રયાણી અને અગ્રણી કિરિટભાઈ પટેલની ઉપસ્થિતિમાં તમામ સદસ્યોના નાના-મોટા પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. લાંબી સમજાવટ બાદ સભ્યોનો રોષ શાંત પડ્યો હતો. "યુવાન સભ્યોની અણસમજ હતી, ઠપકો અપાયો છે" સમગ્ર મામલે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ જણાવ્યું હતું કે, પ્રમુખ સામે સભ્યોની અણસમજને કારણે અવિશ્વાસની દરખાસ્ત આવી હતી. નારાજ સભ્યો અમારા જ યુવાન કાર્યકરો છે અને થોડી અણસમજના કારણે તેઓ કોંગ્રેસનો સાથ લેવાની ભૂલ કરી ગયા હતા. તેમને પાર્ટીની ગાઈડલાઈન મુજબ હાલ પૂરતો ઠપકો આપવામાં આવ્યો છે અને તેમના તમામ પ્રશ્નો સોલ્વ કરી દેવાયા છે. પ્રમુખપતિ વહીવટ કરતા હોવાના આક્ષેપને નકારતા તેમણે સ્પષ્ટ કર્યું કે, પાલિકાનો વહીવટ પ્રમુખ દયાબેન સોલંકી પોતે જ કરે છે, કોઈ અન્ય વ્યક્તિ તેમાં માથું મારતું નથી. ખુલતી ઓફિસે સત્તાવાર રીતે દરખાસ્ત પરત ખેંચાશે વિસાવદર નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ માંગરોળીયાએ બેઠક અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ભાજપ કાર્યાલયે અવિશ્વાસની દરખાસ્ત મૂકનાર 14 સભ્યો અને બાકીના મળીને કુલ 21 સભ્યોની હાજરીમાં બેઠક યોજાઈ હતી. આ તમામ સભ્યો ભાજપ પરિવારના જ છે અને ઘરની સામાન્ય ગેરસમજને કારણે આ દરખાસ્ત મુકાઈ હતી. કોંગ્રેસના સભ્યો પણ સહમત હોવાથી તેમની સહી લેવાઈ હતી. પરંતુ હવે આગેવાનોની સમજાવટથી મામલો સંપૂર્ણપણે થાળે પડી ગયો છે. આગામી સમયમાં પાલિકાની ઓફિસ ખુલતા જ સૌ સભ્યો એકસાથે જઈને અવિશ્વાસની દરખાસ્ત સત્તાવાર રીતે પરત ખેંચી લેશે અને સૌ સાથે મળીને વિકાસના કાર્યો આગળ ધપાવશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરના મારામારી-એટ્રોસિટી કેસનો આરોપી મોરબીથી પકડાયો:પાંચ મહિનાથી ફરાર સુનીલ વિરમગામીને લાતી પ્લોટમાંથી મોરબી પોલીસે ઝડપ્યો
    Next Article
    જામનગરમાં ગોરાણી ગ્રુપ દ્વારા પ્રથમવાર મહારાસ ગરબા મહોત્સવ યોજાયો:1500 બ્રહ્મસમાજના બહેનો અને બાળકોએ એકસાથે ગરબા રમીને અદ્ભુત માહોલ બનાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment