Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ગોરાણી ગ્રુપ દ્વારા પ્રથમવાર મહારાસ ગરબા મહોત્સવ યોજાયો:1500 બ્રહ્મસમાજના બહેનો અને બાળકોએ એકસાથે ગરબા રમીને અદ્ભુત માહોલ બનાવ્યો

    17 hours ago

    જામનગરમાં ગોરાણી ગ્રુપ દ્વારા બ્રહ્મસમાજના બહેનો અને બાળકો માટે પ્રથમવાર મહારાસ ગરબા મહોત્સવ યોજાયો. એમ.પી. શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ૧૫૦૦ બ્રહ્મસમાજના બહેનો અને બાળકોએ એકસાથે ગરબા રમ્યા. દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતી સાથે કાર્યક્રમ શરૂ થયો. ગોરાણી મહારાસ સાથે તાલી રાસ, પંચિયા રાસ, ફ્રી સ્ટાઇલ, વેલ ડ્રેસ જેવી સ્પર્ધાઓ યોજાઈ. ૧ થી ૧૬ વર્ષના છોકરા-છોકરીઓ અને ૧૭ થી ૫૦ વર્ષથી વધુ વયની મહિલાઓ માટે આ સ્પર્ધાઓ હતી. વિજેતાઓને ઇનામો અપાયા. આ કાર્યક્રમનું આયોજન બ્રહ્મસમાજની બહેનો દ્વારા કરાયું. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ સહિત મહાનુભાવો, આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ઉદ્યોગપતિઓ અને ખેલૈયાઓ પણ પરિવાર સાથે જોડાયા. ગોરાણી ગ્રુપના મુખ્ય સંયોજક ડિમ્પલબેન જગત રાવલ અને તેમની ટીમે સફળ સંચાલન કર્યું. જલ્પાબેન બુચ, હીરબેન બુચ, સીમરન ભટનાગરે નિર્ણાયક તરીકે સેવા આપી. એન્કર બીમલભાઈ ઓઝાએ કાર્યક્રમનું સંચાલન કર્યું.
    Click here to Read More
    Previous Article
    વિસાવદર પાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચાશે:કોંગ્રેસનો સાથ લેનારા ભાજપના યુવાન સભ્યોને અપાયો ઠપકો, જૂનાગઢ ભાજપ કાર્યાલયેથી ઉકેલાયો વિવાદ
    Next Article
    ધો. 10-12ની માર્કશીટ હવે સીધી ડિજિલોકરમાં:2021થી 2026 સુધીની 1 કરોડ માર્કશીટ અપલોડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment