Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિ આયોજકોની મુશ્કેલી વધી:મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, નવરાત્રિ મંડળોની મુશ્કેલી વધતાં સરકાર પાસે તાત્કાલિક સમાધાનની માંગ

    11 hours ago

    ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આહ્વાન પર વર્ગ-3 ના કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા અને તાત્કાલિક પ્રમોશન સહિતની 14 પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓએ ધરણાં યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બીજી તરફ નવરાત્રિના તહેવાર આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ મહેસૂલી કામગીરી ઠપ્પ થતાં આયોજનો માટે જરૂરી વિવિધ પરમિશન અને NOC અટવાઈ પડી છે, જેના કારણે નવરાત્રિ મંડળો અને આયોજકો ભારે આર્થિક નુકસાન અને અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. મહેસૂલકર્મીઓની માંગણીઓ મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ માંગણીઓમાં મુખ્યત્વે જૂની પેન્શન યોજના (OPS) પુનઃ લાગુ કરવી, ફિક્સ પગારની પ્રથા મૂળ અસરથી નાબૂદ કરવી, સાતમા પગાર પંચના તમામ ભથ્થાં એરિયર્સ સાથે ચૂકવવા, 2012 ના ક્લાર્ક કર્મચારીઓને તાત્કાલિક ધોરણે નાયબ મામલતદારનું પ્રમોશન આપવું, નાયબ મામલતદારની સિનિયોરિટી યાદી સમયસર બનાવી 'ડીમ્ડ ડેટ' આપવી, જિલ્લા ફેરબદલીની વિસંગતતાઓ દૂર કરી વતનના જિલ્લામાં સમાવવું., ગ્રામ્ય કક્ષાએ મહેસૂલી તલાટીઓ પાસેથી અન્ય વિભાગોનો વધારાનો જોબ ચાર્જ દૂર કરવો., મેટ્રો સિટી મુજબ બાકીના મહાનગરોને પણ સમાન ધોરણે ભથ્થાં આપવા સહિત ની માંગણીઓને લઈ સરકાર સામે મોરચો માંડ્યો છે. ‘જ્યાં સુધી માંગણીઓ અંગે સમાધાન નહીં આવે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે’ હડતાળ અંગે ભાવનગર જિલ્લા મહેસૂલી મંડળના પ્રમુખ જયદીપસિંહ પી. ગોહિલે જણાવ્યું હતું કે, અમે મહામંડળના આદેશ મુજબ ધરણાં પર બેઠા છીએ અને જ્યાં સુધી માંગણીઓ અંગે સુખદ સમાધાન નહીં આવે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે. જો સરકાર દ્વારા એક-બે દિવસમાં ઉકેલ લાવવામાં આવે તો કર્મચારીઓ રાત-દિવસ જોયા વગર તમામ કામગીરી પૂર્ણ કરવા તૈયાર છે, મહેસૂલી કર્મચારીઓની હડતાળને કારણે નવરાત્રિ મંડળો અને આયોજકો ભારે ચિંતામાં મુકાયા છે. કાર્યક્રમો માટે જરૂરી 19 જેટલી મંજૂરીઓ પૈકીની આશરે 15 જેટલી NOC અને પરમિશન કલેક્ટર કચેરી ખાતેથી મેળવવાની હોય છે. છેલ્લા 44 વર્ષથી આ ક્ષેત્રે સંકળાયેલા આયોજક અરવિંદભાઈ સોનીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, લાખો રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે અને આયોજન આરે છે ત્યારે જ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે પરમિશન ન મળવાને કારણે આયોજકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે કર્મચારીઓ સાથે તાત્કાલિક સમાધાન લાવી આ હડતાળનો ઉકેલ લાવવામાં આવે જેથી આયોજકોની મુશ્કેલીઓ દૂર થાય..
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ કચ્છ સાયબર સેલે 36 ગુમ મોબાઈલ શોધી પરત કર્યા:'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ 6.85 લાખના ફોન મળતા માલિકો ખુશ
    Next Article
    બે ગઠિયાએ ખેડૂતને લૂંટી લીધો:'આગળ મર્ડર થયું છે' તેમ કહી પોલીસની ખોટી ઓળખ આપી, અઢી લાખના ઘરેણાં કાગળના પડીકામાં મૂકાવી નજર ચૂકવીને ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment