Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ કચ્છ સાયબર સેલે 36 ગુમ મોબાઈલ શોધી પરત કર્યા:'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ 6.85 લાખના ફોન મળતા માલિકો ખુશ

    8 hours ago

    ટેકનોલોજીના વધતા ઉપયોગ વચ્ચે મોબાઈલ ફોન ગુમ થવાની ઘટનાઓ સામાન્ય બની છે, ત્યારે ગુમ થયેલા મોબાઈલ ફોન શોધીને તેના મૂળ માલિક સુધી પહોંચાડવા માટે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી લોકોને મોટી રાહત આપી રહી છે. પશ્ચિમ કચ્છ-ભુજની સાયબર સેલ (એલ.સી.બી.) દ્વારા “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત આવી જ એક નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. સાયબર ટીમે વિવિધ અરજદારોના ગુમ થયેલા કુલ 36 મોબાઈલ ફોન શોધી કાઢી તેમને તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. મળતી વિગતો મુજબ, અરજદારો દ્વારા પોતાના મોબાઈલ ફોન ગુમ થયા અંગે પોલીસ સમક્ષ જાણ કરવામાં આવી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈ સાયબર સેલની ટીમે ટેકનિકલ સાધનો અને વિવિધ ડિજિટલ માધ્યમોની મદદથી ગુમ થયેલા મોબાઈલ ફોનની શોધખોળ શરૂ કરી હતી. સતત ટેકનિકલ તપાસ, માહિતીનું વિશ્લેષણ અને ટીમના સંકલિત પ્રયાસોના પરિણામે કુલ 36 મોબાઈલ ફોન શોધવામાં સફળતા મળી હતી. પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલા આ મોબાઈલ ફોનની કુલ કિંમત આશરે રૂ. 6,85,591 હોવાનું સામે આવ્યું છે. મોબાઈલ ફોન મળી આવ્યા બાદ જરૂરી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ પોતાનો કિંમતી મોબાઈલ ફોન પરત મળતા અરજદારોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. આ કામગીરી માત્ર મોબાઈલ ફોનની પુનઃપ્રાપ્તિ પૂરતી સીમિત ન રહેતા પોલીસ અને નાગરિકો વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત બનાવતી કામગીરી તરીકે પણ જોવામાં આવી રહી છે. “તેરા તુજકો અર્પણ” અભિયાન હેઠળ ગુમ થયેલી વસ્તુઓ તેમના હકદાર સુધી પહોંચે તે માટે પોલીસની ટેકનિકલ ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'પોલીસકર્મીઓએ મને જમીન પર પાડી દીધી':પ્રિયંકા ગાંધી રસ્તા પર સૂઈ ગયાં, જ્ઞાનેશ કુમારના રાજીનામાને લઈ જંતર-મંતર પાસે હાઈવોલ્ટેજ ડ્રામા
    Next Article
    નવરાત્રિ આયોજકોની મુશ્કેલી વધી:મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, નવરાત્રિ મંડળોની મુશ્કેલી વધતાં સરકાર પાસે તાત્કાલિક સમાધાનની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment