Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પોલીસકર્મીઓએ મને જમીન પર પાડી દીધી':પ્રિયંકા ગાંધી રસ્તા પર સૂઈ ગયાં, જ્ઞાનેશ કુમારના રાજીનામાને લઈ જંતર-મંતર પાસે હાઈવોલ્ટેજ ડ્રામા

    7 hours ago

    દિલ્હીમાં ચૂંટણી પંચ વિરુદ્ધ કોંગ્રેસ જંતર-મંતર પર ધરણા માટે પહોંચી ત્યારે પ્રિયંકા ગાંધીનો અનોખો વિરોધ જોવા મળ્યો. પ્રિયંકા પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતાં રસ્તા પર સૂઈ ગયાં. આ દરમિયાન તેમણે પોલીસ પર બર્બરતાનો આરોપ લગાવ્યો. પ્રિયંકા ગાંધીને આ રીતે સૂતા જોઈને તેમના સમર્થનમાં અન્ય ઘણા નેતાઓ પણ રસ્તા પર સૂઈ ગયા. સ્થિતિ બેકાબૂ થતી જોઈને દિલ્હી પોલીસે કાર્યવાહી કરી અને અનેક નેતાઓને ઉઠાવીને અટકાયતમાં લીધા. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને પણ પોલીસે કસ્ટડીમાં લીધા અને બળજબરીથી બસમાં બેસાડ્યા. આ દરમિયાન મીડિયાથી વાત કરતાં પ્રિયંકા ગાંધીનો ગુસ્સો સાતમા આસમાને હતો. તેમણે પોલીસ પ્રશાસન અને કેન્દ્ર સરકાર પર હુમલો કરતાં કહ્યું, 'તેઓ (પોલીસકર્મીઓ) સાંસદો સાથે આવો જ વ્યવહાર કરે છે, જેઓ માત્ર ચૂંટણી કમિશનરને મળવા માટે કહી રહ્યા છે. તેઓ અમારી સાથે પણ આવો જ વ્યવહાર કરે છે. તેઓ સાંસદોને મારી રહ્યા છે.' તેમણે આરોપ લગાવતાં કહ્યું, 'મહિલા પોલીસકર્મીઓએ મને જમીન પર પાડી દીધી. હવે અમે અહીંથી નહીં હટીએ.' પ્રિયંકા ગાંધીની અટકાયત કરી આ દરમિયાન પોલીસકર્મીઓ પ્રિયંકાને પણ જમીનથી ઉઠાવીને કસ્ટડીમાં લેવા માટે જહેમત કરતા જોવા મળ્યા. ભારે મહેનત બાદ મહિલા પોલીસકર્મીઓએ પ્રિયંકાને ઉઠાવીને બસમાં બેસાડ્યા. આ દરમિયાન પ્રિયંકા હાથમાં બંધારણની કોપી લહેરાવતાં જોવા મળ્યાં. જણાવી દઈએ કે કોંગ્રેસે ઇન્ડિયા બ્લોક સાથે મળીને મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને મોરચો ખોલ્યો છે. પ્રિયંકા ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા પર પણ સરકારને ચેતવણી આપી છે. તેમણે X પર લખ્યું, 'આ સરકારને હટાવવા સિવાય હવે કોઈ બીજો રસ્તો બચ્યો નથી. હું દરેક દેશવાસીને કહેવા માગું છું કે આ સરકારને હટાવો. જો તમે આ સરકારને નહીં હટાવો, તો દેશ ખાઈમાં ધકેલાઈ જશે. આ વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે, લોકતંત્ર એટલે જનતાનું શાસન. તેના કેટલાક સિદ્ધાંતો છે, જે બંધારણમાં છે.' 'અમે શાંતિપૂર્વક જઈને તેમની સાથે વાત કરવા માગીએ છીએ' તેમણે આગળ કહ્યું કે આ સરકારે બંધારણ માટે કામ કરવું જોઈએ, પરંતુ આ સરકાર તમામ સિદ્ધાંતો તોડી રહી છે. ગઈકાલથી 300થી વધુ સાંસદો કહી રહ્યા છે કે અમે ચૂંટણી કમિશનરોને મળવા માગીએ છીએ. અમે તેમને 'વોટ ચોરી' વિશે જણાવવા માગીએ છીએ અને તેમનું રાજીનામું માગવા માગીએ છીએ, કારણ કે અમને તેમના પર વિશ્વાસ નથી. ચૂંટણી પંચ દેશની જનતા માટે કામ કરે છે અને અમે જનતાના પ્રતિનિધિઓ છીએ. અમે શાંતિપૂર્વક જઈને તેમની સાથે વાત કરવા માગીએ છીએ, પરંતુ સરકાર એટલી કાયર છે કે તે જનતાના અવાજથી ડરે છે. તેથી દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન અટકાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ-પ્રિયંકાના CEC જ્ઞાનેશ વિરુદ્ધ સતત બીજા દિવસે ધરણા:બંનેને ત્રીજી વખત કસ્ટડીમાં લેવામાં આવ્યા, રાહુલે કહ્યું- FIR મારા માટે મેડલ જેવી છે
    Next Article
    પશ્ચિમ કચ્છ સાયબર સેલે 36 ગુમ મોબાઈલ શોધી પરત કર્યા:'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ 6.85 લાખના ફોન મળતા માલિકો ખુશ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment