Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે ગઠિયાએ ખેડૂતને લૂંટી લીધો:'આગળ મર્ડર થયું છે' તેમ કહી પોલીસની ખોટી ઓળખ આપી, અઢી લાખના ઘરેણાં કાગળના પડીકામાં મૂકાવી નજર ચૂકવીને ફરાર

    10 hours ago

    શહેરના છાણી-દુમાડ રોડ પર ધોળા દિવસે પોલીસની ખોટી ઓળખ આપીને એક 62 વર્ષીય વૃદ્ધ ખેડૂતને લૂંટી લેવાની ચકચારમચાવતી ઘટના સામે આવી છે. 'આગળ મર્ડર થયું છે અને મર્ડરવાળી ગેંગ ફરે છે' તેવો ડર બતાવીને બે ગઠિયાઓએ ખેડૂત પાસેથી અઢી લાખની કિંમતના સોનાના દાગીના કઢાવ્યા હતા. ત્યારબાદ નજર ચૂકવીને કાગળના પડીકામાં દાગીનાની જગ્યાએ માવો મૂકીને બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે છાણી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. દર્શન કરીને પરત ફરતી વખતે એક્ટિવા અટકાવ્યું છાણી કાછીયાવાડના નાની કાછીયાવાડ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા 62 વર્ષીય નગીનભાઈ જેઠાભાઈ પટેલ તા. 6 ઓક્ટોબરના રોજ પોતાની એક્ટિવા લઈને છાણી-દુમાડ રોડ પર આવેલા કાળકા માતાજીના દર્શન કરવા ગયા હતા. દર્શન બાદ તેઓ નેશનલ હાઇવે-48 ક્રોસ કરીને ભારત પેટ્રોલ પંપ નજીક આવેલા હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે બપોરે 11:30 થી 11:45 ની આસપાસ હેલીનિયમ કન્સ્ટ્રક્શન અને પ્લેટિનિયમ કન્સ્ટ્રક્શન સાઇટ વચ્ચેના રસ્તા પર બે અજાણ્યા શખ્સોએ તેમને રોક્યા હતા. મર્ડરની ગેંગનો ભય બતાવી દાગીના કઢાવ્યા એક્ટિવા અટકાવનાર બે શખ્સો પૈકી એકે ચેકવાળો અને બીજાએ સફેદ શર્ટ પહેર્યો હતો. બંનેએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. આરોપીઓએ નગીનભાઈને રોફ મારતા કહ્યું કે, "આગળ મર્ડર થયું છે તમને ખબર નથી? તમારું લાઇસન્સ બતાવો." ત્યારબાદ ડરાવતા કહ્યું કે, "અહીં મર્ડરની ગેંગ ફરે છે અને તમે ખેતરે સોનું પહેરીને કેમ જાવ છો?" આ સાંભળીને ગભરાયેલા નગીનભાઈએ હાથમાં પહેરેલી આશરે બે તોલાની બે સોનાની વીંટી અને ગળામાં પહેરેલી આશરે બે તોલાની સોનાની ચેઇન (કુલ કિંમત રૂ. 2.50 લાખ) કાઢી નાખી હતી. પડીકામાં દાગીના મૂકવાનું નાટક અને હાથચાલાકી એક શખ્સે નગીનભાઈને કહ્યું કે, "આ દાગીના પેન્ટના ખિસ્સામાં નહીં મૂકવા." એમ કહીને તેણે ખિસ્સામાંથી કાગળનું એક પડીકું કાઢ્યું અને તેમાં દાગીના મુકાવ્યા. ત્યારબાદ પડીકું વાળીને એક્ટિવા પર લટકાવેલી થેલીમાં મૂકી દીધું અને નગીનભાઈને ત્યાંથી જલ્દી રવાના થવા કહ્યું. પડીકું ખોલ્યું તો દાગીના ગાયબ, અંદરથી માવો નીકળ્યો થોડે દૂર ગયા બાદ શંકા જતા નગીનભાઈએ થેલીમાં મૂકેલું પડીકું ખોલ્યું હતું. પડીકું ખોલતાં જ તેમના હોશ ઉડી ગયા હતા, કારણ કે તેમાં સોનાના દાગીનાની જગ્યાએ માવો મૂકેલો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પરત ફર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બંને ગઠિયા રફુચક્કર થઈ ગયા હતા. છાણી પોલીસ મથકે ફરિયાદ દાખલ નગીનભાઈએ સમગ્ર બનાવ અંગે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ નંબર 112 પર જાણ કરતાં છાણી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વૃદ્ધ ખેડૂતે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસની ખોટી ઓળખ આપી રૂ. 2.50 લાખના દાગીનાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ વિસ્તારના CCTV ફૂટેજ ચકાસીને લૂંટારાઓની સઘન શોધખોળ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રિ આયોજકોની મુશ્કેલી વધી:મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, નવરાત્રિ મંડળોની મુશ્કેલી વધતાં સરકાર પાસે તાત્કાલિક સમાધાનની માંગ
    Next Article
    સ્વ. હસુમતીબેનની સ્મૃતિમાં હેલ્પ્સ ફાઉન્ડેશને શાળાના બાળકોને ભોજન કરાવ્યું:નંદલાલ પટેલના શ્રાદ્ધ નિમિત્તે બાળકોને મિષ્ટાન ભોજન કરાવી સેવાભાવનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment