Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ગણપતિ પંડાલોના આયોજકોનું સન્માન:એચ.જે. લાલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરાયા

    9 hours ago

    જામનગરમાં એચ.જે. લાલ ચેરિટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા ૧૬મા વર્ષે ગણપતિ પંડાલોના આયોજકોનું સન્માન કરાયું. આ સન્માન હિન્દુ સંસ્કૃતિ, પર્યાવરણ સંરક્ષણ અને દેશહિતના સંદેશ સાથે ગણપતિ મહોત્સવ ઉજવવા બદલ હતું. રણજીતનગર નજીક પટેલ સમાજની વાડી ખાતે યોજાયેલા સમારોહમાં વિવિધ સંપ્રદાયના સંતો અને મહાનુભાવો હાજર રહ્યા. મોટી સંખ્યામાં ગણપતિ પંડાલોના આયોજકોએ પણ હાજરી આપી હતી. ધાર્મિક પરંપરા, સામાજિક જવાબદારી અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપનાર આયોજકોને મહાનુભાવોના હસ્તે સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરાયા. ગણપતિ વિસર્જન સુરક્ષિત રીતે થાય તે માટે ફ્લોટિંગ અને મહાનગરપાલિકા દ્વારા કુંડની વ્યવસ્થા કરાઈ હતી. છેલ્લા દસ વર્ષથી માટીના ઇકો-ફ્રેન્ડલી ગણપતિની સ્થાપનાને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આગામી સમયમાં પણ પર્યાવરણમૈત્રી ગણપતિ મહોત્સવને પ્રોત્સાહન આપવા શહેરીજનોને સહભાગી બનવાની અપીલ કરાઈ.
    Click here to Read More
    Previous Article
    સરકારી વાહનચાલકોને માર્ગ સલામતીના પાઠ:ઈણાજ ખાતે સરકારી ડ્રાઇવરોને મોટર વ્હીકલ એક્ટ, પ્રોટોકોલ અને ટ્રાફિક નિયમોનું માર્ગદર્શન અપાયું
    Next Article
    ગુજરાત ભાડા વિધેયક વિવાદ:અમદાવાદની કોર્ટોમાં વકીલોનો ભારે હોબાળો, સેશન્સ અને સ્મોલ કોઝ કોર્ટના પ્રમુખો બરખાસ્ત, 10મી સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment