Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત ભાડા વિધેયક વિવાદ:અમદાવાદની કોર્ટોમાં વકીલોનો ભારે હોબાળો, સેશન્સ અને સ્મોલ કોઝ કોર્ટના પ્રમુખો બરખાસ્ત, 10મી સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય

    8 hours ago

    ગુજરાત ભાડા વિધેયક-2026 અને તેના કાયદાકીય પડકારોના વિરોધમાં ગુજરાતભરના વકીલોમાં આક્રમક રોષ જોવા મળી રહ્યો છે. સરકારે આ વિધેયક પરત ખેંચવાની જાહેરાત કરતાં ગઇકાલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા હડતાળ પરત ખેંચવાનો નિર્ણય લેવાયો હતો. જો કે આ નિર્ણય બાદ આજે અમદાવાદ સ્થિત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તેમજ સ્મોલ કોઝ કોર્ટ ખાતે વકીલોની બેઠકમાં ભારે વિવાદ સર્જાયો હતો અને મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ સેશન્સ અને સ્મોલ કોઝ કોર્ટના પ્રમુખો બરખાસ્ત કરવાનો નિર્ણય વકીલોએ એકમતે લીધો હતો અને 10મી ઓક્ટોબર સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય વકીલોએ કર્યો છે. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે યોજાયેલી વકીલોની બેઠકમાં સત્તાધીશોએ જણાવ્યું હતું કે સરકારે વકીલોની માંગ સ્વીકારી લીધી છે. પરંતુ હાજર વકીલોએ તીખો વિરોધ નોંધાવતા કહ્યું હતું કે સરકારે જો આ અંગે લેખિતમાં કંઇ આપ્યું હોય તો જાણ કરો અથવા મીટિંગની મિનિટ્સ દર્શાવો. આ ઉગ્ર રજૂઆતો વચ્ચે બાર એસોસિએશનના પ્રમુખ જગત ચોક્સી બેઠક છોડી બહાર નીકળી ગયા હતા. પ્રમુખના આ વર્તનથી વકીલો વધુ ઉશ્કેરાયા હતા અને તેમને હોદ્દા પરથી બરખાસ્ત કરી હડતાળ ચાલુ રાખવા માટે બૂમાબૂમ કરી હતી. બપોરે મોટી સંખ્યામાં વકીલો એકઠા થયા હતા અને સહી ઝુંબેશ ચલાવીને એડવોકેટ આઇ.ડી.પઠાણ અને વિનોદ દીક્ષિતને સેશન્સ કોર્ટ બારના કાર્યકારી પ્રમુખ જાહેર કર્યા હતા. તેવી જ રીતે સ્મોલ કોઝ કોર્ટ એસોસિએશનના પ્રમુખ જે.બી.પ્રજાપતિને પણ બરખાસ્ત કરી સી.એમ. વિરમગામીને કાર્યકારી પ્રમુખ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. આ નિર્ણય બાદ વકીલોએ વિવિધ કોર્ટોમાં પહોંચી પક્ષકારો અને વકીલોને બહાર કાઢી કામકાજ અટકાવ્યું હતું. સેશન્સ કોર્ટના વકીલોએ આગામી 10 મી તારીખ સુધી હડતાળ જારી રાખવાનું એલાન કર્યું છે, અને ત્યારબાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ગણપતિ પંડાલોના આયોજકોનું સન્માન:એચ.જે. લાલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરાયા
    Next Article
    બોટાદ લાંચ કેસમાં જિલ્લા પંચાયતના તત્કાલીન ચેરમેન-સભ્યને સજા:5-5 વર્ષની જેલ, ખેતીની જમીન NA કરવા માંગી હતી લાંચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment