Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ લાંચ કેસમાં જિલ્લા પંચાયતના તત્કાલીન ચેરમેન-સભ્યને સજા:5-5 વર્ષની જેલ, ખેતીની જમીન NA કરવા માંગી હતી લાંચ

    7 hours ago

    બોટાદ જિલ્લામાં વર્ષ 2018ના લાંચ કેસમાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. કેરિયા ઢાળ ખાતે ખેતીની જમીનને બિનખેતી (NA) કરવા લાંચ માંગવામાં આવી હતી. આ કેસમાં બોટાદ જિલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી સમિતિના ચેરમેન સી.બી. ખંભાળિયા અને સભ્ય ઈશ્વર ભરડીયાને અદાલતે 5-5 વર્ષની સજા ફટકારી છે. જમીન માલિક હરેશ ડોડિયાએ 10 હજાર ચોરસ મીટર જમીનને NA કરવા અરજી કરી હતી. આરોપીઓએ પ્રતિ ચોરસ મીટર 8 રૂપિયા લેખે કુલ 80 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો. ACBએ છટકું ગોઠવી કેસ નોંધ્યો હતો. બોટાદના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ પરાશરની કોર્ટમાં કેસ ચાલ્યો. ફરિયાદીની જુબાની, સાક્ષીઓ અને પુરાવાઓને આધારે અદાલતે બંને આરોપીઓને 5-5 વર્ષની સજા ફટકારી હતી. આ કેસમાં સરકારી વકીલ ઉપરાંત ફરિયાદી તરફથી એડવોકેટ નિલેશ બાંભણીયા, ચિરાગ દેવમુરારી, બ્રિજરાજ ડોડિયા અને હાર્દિક ચૌહાણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત ભાડા વિધેયક વિવાદ:અમદાવાદની કોર્ટોમાં વકીલોનો ભારે હોબાળો, સેશન્સ અને સ્મોલ કોઝ કોર્ટના પ્રમુખો બરખાસ્ત, 10મી સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય
    Next Article
    ‘A civilisational crisis’: The IISc professor whose AI talk went viral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment