Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી વાહનચાલકોને માર્ગ સલામતીના પાઠ:ઈણાજ ખાતે સરકારી ડ્રાઇવરોને મોટર વ્હીકલ એક્ટ, પ્રોટોકોલ અને ટ્રાફિક નિયમોનું માર્ગદર્શન અપાયું

    9 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં સરકારી વાહનચાલકો માટે ઈણાજ ખાતે એક દિવસીય માર્ગ સલામતી તાલીમ યોજાઈ. આર.ટી.ઓ. ગીર સોમનાથ અને સ્પીપા રાજકોટના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. તાલીમમાં ડ્રાઇવરોને કાયદાકીય જોગવાઈઓ, મોટર વ્હીકલ એક્ટ અને સરકારી નિયમો વિશે આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર પી.એન. માંગુકિયાએ માહિતી આપી. હિનલ કુવાડિયાએ વાણી, વર્તન, શિસ્ત અને પ્રોટોકોલ અંગે માર્ગદર્શન આપ્યું. અકસ્માત સમયે 108 કે 112 નંબરનો ઉપયોગ, ‘રાહવીર’ અને પીએમ-રાહત યોજના વિશે સમજ અપાઈ. બ્લેકસ્પોટ વિસ્તારમાં સાવચેતી, હેલ્મેટ-સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ, મોબાઈલ ફોન ટાળવા, સ્પીડ લિમિટ અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા સૂચના અપાઈ હતી. સરકારી ડ્રાઇવરો અન્ય માટે ઉદાહરણરૂપ બને અને અકસ્માત નિવારણ માટે સજાગ રહે તેવો સંદેશ અપાયો.
    Click here to Read More
    Previous Article
    વિદેશ જવાની લ્હાયમાં લાખો ગુમાવ્યા:ગાંધીનગરના દંપતી સાથે વર્ક પરમીટના બહાને 22.84 લાખની ઠગાઈ,વડોદરાના ઠગ દંપતી વિરુદ્ધ ગુનો દાખલ
    Next Article
    જામનગરમાં ગણપતિ પંડાલોના આયોજકોનું સન્માન:એચ.જે. લાલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment