Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢ કોલેજમાં 2,284 લોકોએ નશામુક્તિના શપથ લીધા:બ્રહ્મા કુમારી મેડિકલ વિંગ સાથે અભિયાન યોજાયું

    2 weeks ago

    સોનગઢની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં "10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહા અભિયાન 2026" અંતર્ગત એક નશામુક્તિ કાર્યક્રમ યોજાયો. આ અભિયાન બ્રહ્મા કુમારી મેડિકલ વિંગ (માઉન્ટ આબુ) અને સોનગઢ બ્રહ્મા કુમારી સેન્ટરના સંયુક્ત ઉપક્રમે થયું હતું. આ કાર્યક્રમમાં કોલેજના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ સહિત કુલ 2,284 લોકોએ નશા વિરુદ્ધ શપથ લીધા. સંસ્થાના આચાર્ય ડૉ. આર.એ. પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં બ્રહ્મા કુમારી સેન્ટરના મુખ્ય કાર્યકર્તા કસ્તુરીબેન અને તેમની ટીમ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નશીલા પદાર્થોથી થતા શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક નુકસાન અંગે માહિતી આપી. કસ્તુરીબેને વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા આહ્વાન કર્યું. નશામુક્ત અને સશક્ત ભારતના નિર્માણ દિશામાં કોલેજના યોગદાન બદલ બ્રહ્મા કુમારી મેડિકલ વિંગ દ્વારા કોલેજને 'સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન' એનાયત કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આઈ.ક્યુ.એ.સી. (IQAC) ના ચેરમેન પ્રા. પ્રતિમા ગામીત દ્વારા કરવામાં આવ્યું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાંથી વ્યસન દૂર કરી સ્વસ્થ અને પ્રગતિશીલ રાષ્ટ્રનું નિર્માણ કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    45 દિવસમાં વાંધો નહીં લો તો ટ્રાફિક ચલણ સ્વીકાર્યું ગણાશે:ભરવા વધુ 30 દિવસ મળશે, ટ્રાફિકનું ઈ-ચલણ 3 દિવસમાં અને હાર્ડ કોપી 15 દિવસમાં પહોંચાડવી ફરજિયાત
    Next Article
    કુણઘેર-ચંદ્રુમાણામાં 102 લોકોના મફત એક્સ-રે કરાયા:ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ દર્દીઓ શોધી સારવાર અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment