Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં શહેરી વિકાસને વેગ:સુરતમાં ટીપી સ્કીમ નં.102ને મંજૂરી, રાજકોટમાં રહેણાંક જમીન ઔદ્યોગિક ઝોનમાં ફેરવાશે

    14 hours ago

    ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે રાજ્યના બે મહત્વના શહેરી વિકાસ સંબંધિત નિર્ણયો જાહેર કર્યા છે. એક તરફ સુરતમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.102 (કણદે) ને મંજૂરી આપવામાં આવી છે, તો બીજી તરફ રાજકોટના વાજડીવડ ગામની કેટલીક જમીનને રહેણાંક ઝોનમાંથી ઔદ્યોગિક ઝોનમાં પરિવર્તિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. સુરતમાં ટીપી સ્કીમને મંજૂરી સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA) દ્વારા તૈયાર કરાયેલી ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં.102ને રાજ્ય સરકારે કેટલાક જરૂરી ફેરફારો સાથે મંજૂરી આપી છે. જાહેરનામા મુજબ, વાંધા અને સૂચનોની સમીક્ષા બાદ સરકાર દ્વારા સ્કીમને લીલી ઝંડી આપવામાં આવી છે. આ સ્કીમ અમલમાં આવતા કણદે વિસ્તારમાં રસ્તા, જાહેર સુવિધાઓ અને આયોજિત શહેરી વિકાસને વધુ ગતિ મળશે. રાજકોટના વાજડીવડમાં ઝોનિંગમાં મોટો ફેરફાર બીજી તરફ, રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) ના વિકાસ આયોજનમાં ફેરફાર મંજૂર કરવામાં આવ્યો છે. વાજડીવડ ગામની આર.એસ. નં. 56, 86/પી અને 100/પીની જમીનને રહેણાંક ઝોનમાંથી કાઢીને ઔદ્યોગિક ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે. જાહેરનામા સામે કોઈ વાંધો કે સૂચન ન મળતા રાજ્ય સરકારે અંતિમ મંજૂરી આપી દીધી છે. રોજગારીની નવી તકો ઊભી થવાની શક્યતા શહેરી વિકાસ ક્ષેત્રે રાજ્ય સરકારના આ બંને નિર્ણયો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. સુરતમાં આયોજિત શહેરીકરણને વેગ મળશે તો રાજકોટમાં નવા ઉદ્યોગો અને રોકાણ માટે માર્ગ મોકળો બનશે. પરિણામે બંને શહેરોમાં માળખાગત વિકાસ અને રોજગારીની નવી તકો ઊભી થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસનો સરકાર પર પ્રહાર:છેલ્લા દસ વર્ષમાં દેશભરમાં આશરે 89 પેપર લીક થયાનો દાવો, 'છાત્રોની ગુંજ' રાજ્યવ્યાપી અભિયાનની જાહેરાત
    Next Article
    સંતરામપુરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ:SP સફિન હસને 55 ભૂલકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં પ્રવેશ કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment