Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપળા GMERS મેડિકલ કોલેજમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી:જાગૃતિ રેલી, સ્પર્ધાઓ દ્વારા રોગ વિશે માહિતી અપાઈ

    10 hours ago

    રાજપીપળા ખાતે આવેલી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનો મુખ્ય હેતુ હેપેટાઇટિસ રોગ અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો. આ કાર્યક્રમ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ અને નોડલ ઓફિસર ડો. કે.જે. મેનાતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. HICC કમિટીના સભ્યો, ICN, DNS, ANS, ART સેન્ટર અને ICTC સેન્ટરના સભ્યો પણ હાજર રહ્યા હતા. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, નર્સિંગ કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા અને પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓનો મુખ્ય હેતુ હેપેટાઇટિસ અંગેની માહિતી અને જાગૃતિ વધારવાનો હતો. જનજાગૃતિને વધુ વેગ આપવા માટે હોસ્પિટલના મુખ્ય ગેટથી એક જાગૃતિ રેલી પણ કાઢવામાં આવી હતી. આ રેલીમાં ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ "હેપેટાઇટિસ નાબૂદ કરો" અને "સલામત ઇન્જેક્શન અપનાવો" જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ HICC કમિટી દ્વારા સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. અંતમાં, ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા હોસ્પિટલ અને કોલેજ પરિવારમાં હેપેટાઇટિસના નિવારણ અને બચાવ અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલબેન ઠાકર સામે ફરિયાદ નોંધાઈ:રજૂઆત કરવા આવેલા યુવકો સાથે ઝપાઝપી, મોબાઈલ તોડવા અને ધમકી આપ્યાના આક્ષેપ; પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
    Next Article
    ખાડી પૂર મુદ્દે આંદોલનમાં સાથે છો કે નહીં?:15 દિવસમાં બે વાર પૂર આવતાં રોષે ભરાયેલી જનતાએ કોર્પોરેટરોને બોક્સ અને કઠેડામાં પૂરી પૂછાયા તીખા સવાલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment