Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવા શિક્ષણમંત્રીની કવાયત:ઉચ્ચસ્તરીય સમિતિ રચાશે, તાલીમ અને અન્ય વિભાગોની કામગીરીની સમીક્ષા થશે; અહેવાલના આધારે સરકાર નિર્ણય લેશે

    7 hours ago

    રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો પર રહેલું બિનશૈક્ષણિક કામગીરી અને વિવિધ ઓનલાઈન પોર્ટલ પર ડેટા એન્ટ્રીનું ભારણ ઘટાડવા માટે શિક્ષણ વિભાગે કવાયત શરૂ કરી છે. શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં શિક્ષકોને સોંપવામાં આવતી અન્ય કામગીરી, તાલીમ, વિવિધ પોર્ટલ પર કરવાની થતી એન્ટ્રીઓ તેમજ અન્ય વિભાગો દ્વારા સોંપાતી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. શિક્ષકોને વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય માટે વધુ સમય મળી રહે તે હેતુથી શિક્ષણમંત્રીએ શિક્ષણ વિભાગ, GCERT, સમગ્ર શિક્ષા અને કમિશનર ઓફ સ્કૂલ્સના ઉચ્ચ અધિકારીઓની વિશેષ સમિતિ રચવા સૂચના આપી છે. સમિતિ દ્વારા તમામ પાસાઓનો અભ્યાસ કરાશે આ સમિતિ શિક્ષકોની કામગીરી સાથે જોડાયેલા તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ કરશે અને રાજ્ય સરકારને અહેવાલ સુપરત કરશે. આ અહેવાલના આધારે સરકાર શિક્ષકો અને વિદ્યાર્થીઓના હિતમાં આખરી નિર્ણય લેશે. શિક્ષકોને બિનજરૂરી ઓનલાઈન એન્ટ્રીઓ અને બિનશૈક્ષણિક કામગીરીમાંથી રાહત આપવા માટેની આ પ્રક્રિયા મિશન મોડ પર હાથ ધરવામાં આવશે. શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, “શિક્ષક માટે તો વર્ગ એ જ સ્વર્ગ છે.” શિક્ષકો પોતાનો મહત્તમ સમય બાળકોના અભ્યાસ અને અધ્યાપન કાર્યમાં ફાળવી શકે તે સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. શિક્ષણની ગુણવત્તા વધુ મજબૂત બનાવવા માટે શિક્ષકોની કામગીરી સરળ અને સુગમ બનાવવી જરૂરી છે. આ પ્રક્રિયાથી બાળકોની અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવા શિક્ષણની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે અને તેમાં શિક્ષકો ચાવીરૂપ ભૂમિકા ભજવશે. સરકાર, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને રાષ્ટ્રનિર્માણ માટે કાર્ય કરવું પડશે. આ બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્રસચિવ મિલિન્દ તોરવણે, પ્રાથમિક શિક્ષણ નિયામક પ્રકાશભાઈ ત્રિવેદી સહિત શિક્ષણ વિભાગ, GCERT અને સમગ્ર શિક્ષા અભિયાનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબી GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ચમક્યા:ટેબલ ટેનિસમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવી રાજ્ય કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ
    Next Article
    Dhruv Rathee Bailable Warrant: BJP IT Cell से जुड़े इस मामले में फंसे ध्रुव राठी। Delhi Saket Court

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment