Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંગલ જમીન વિવાદ: ભાજપના બે સાંસદો સામસામે:પ્રભુ વસાવાએ સાગબારાના ખેડૂતોની માંગણીને ખોટી ગણાવી; મનસુખ વસાવાએ મતનું રાજકારણનો આરોપ લગાવ્યો

    8 hours ago

    સુરત જિલ્લાના ઉમરપાડા અને નર્મદાના સાગબારા વિસ્તારના ખેડૂતો વચ્ચે જંગલ જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે ભાજપના બે સાંસદો પ્રભુ વસાવા અને મનસુખ વસાવા સામસામે આવી ગયા છે. બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ સાગબારાના ખેડૂતોની જંગલ જમીનની માંગણીને ખોટી ગણાવી છે. તેઓએ જણાવ્યું કે, બીજા જિલ્લાની જમીન માંગવી યોગ્ય નથી. પ્રભુ વસાવાના નિવેદન સામે નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પ્રભુ વસાવાને આ મામલાની જાણકારી નથી, તેથી પહેલા આખો મામલો જાણી લેવો જોઈએ. મનસુખ વસાવાએ પ્રભુ વસાવા પર મતનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે, દાવો કર્યો કે, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, જંગલની જમીન પર ગેરકાયદેસર ખેડાણ થઈ રહ્યું છે. તેમણે પ્રભુ વસાવાના વિસ્તારમાં ગેરકાયદેસર વસેલા શક્તિપુરા ગામને હટાવવાની પણ માંગ કરી છે. શું છે સમગ્ર જંગલ જમીન વિવાદ ? નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના આદિવાસીઓ અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સ્થાનિક આદિવાસીઓ વચ્ચે જંગલની જમીન પર ખેડાણ અને કબજાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સાગબારા તાલુકાના 12 જેટલા ગામોના ઉકાઈ ડેમ અસરગ્રસ્ત ખેડૂતોને ઉમરપાડામાં ખેતી માટે જમીન ફાળવવામાં આવી હતી. છેલ્લાં 20 વર્ષથી સાગબારાના ખેડૂતો ઉમરપાડામાં પોતાને મળેલી આ જમીન પર ખેતી કરી રહ્યાં હતા. પણ છેલ્લાં 2 વર્ષથી સાગબારા-ઉમરપાડાના ખેડૂતો વચ્ચે જંગલ જમીન પર ખેડાણ મામલે ઘર્ષણ ચાલી રહ્યું છે. સાથે વન વિભાગના અધિકારીઓ પણ ગ્રામસભાના ઠરાવની માંગ કરીને સાગબારાના ખેડૂતોને ખેતી કરતાં અટકાવી રહ્યા છે. આ કારણે સાગબારાના ખેડૂતો ઉપવાસ પર પણ બેઠા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં તરણેતર મેળાની ડ્યુટીમાં 103 હોમગાર્ડ ગેરહાજર:જિલ્લા કમાન્ડર દ્વારા તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરાયા, ખુલાસો માંગ્યો
    Next Article
    નાહવા પડેલા 2 યુવકના ડૂબવાથી મોત:વડોદરા નજીક શેરખી-ભીમપુરા કેનાલના પાણીના તીવ્ર પ્રવાહમાં તણાતા દુર્ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment