Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં તરણેતર મેળાની ડ્યુટીમાં 103 હોમગાર્ડ ગેરહાજર:જિલ્લા કમાન્ડર દ્વારા તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરાયા, ખુલાસો માંગ્યો

    8 hours ago

    સુરેન્દ્રનગરમાં વિશ્વવિખ્યાત તરણેતર મેળાની ડ્યુટીમાં ગેરહાજર રહેલા 103 હોમગાર્ડ જવાનોને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મેળાના બંદોબસ્ત માટે સુરેન્દ્રનગર જિલ્લામાંથી કુલ 665 હોમગાર્ડ જવાનોને સ્પેશિયલ ડ્યુટી સોંપાઈ હતી. આ જવાનોને મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી અપાઈ હતી. ડ્યુટી દરમિયાન ચકાસણી કરતા 103 હોમગાર્ડ જવાનો ફરજ પર ગેરહાજર હોવાનું સામે આવ્યું. આ ગંભીર મામલાને ધ્યાનમાં રાખીને જિલ્લા હોમગાર્ડ કમાન્ડર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમુક્ત કરાયેલા તમામ જવાનોને ગેરહાજરી અંગે યોગ્ય કારણ સાથે ખુલાસો રજૂ કરવા સૂચના અપાઈ છે. ખુલાસો મળ્યા બાદ નિયમોનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. આવા મોટા મેળામાં સુરક્ષા માટે દરેક જવાનની હાજરી મહત્વપૂર્ણ હોય છે.
    Click here to Read More
    Previous Article
    યુવા કોંગ્રેસનું પ્રદર્શન:ચૂંટણી પંચ સામે રસ્તા પર ટાયર સળગાવી વિરોધ, પોલીસે કરી અટકાયત
    Next Article
    જંગલ જમીન વિવાદ: ભાજપના બે સાંસદો સામસામે:પ્રભુ વસાવાએ સાગબારાના ખેડૂતોની માંગણીને ખોટી ગણાવી; મનસુખ વસાવાએ મતનું રાજકારણનો આરોપ લગાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment