Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવા કોંગ્રેસનું પ્રદર્શન:ચૂંટણી પંચ સામે રસ્તા પર ટાયર સળગાવી વિરોધ, પોલીસે કરી અટકાયત

    9 hours ago

    ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતાના મુદ્દે સુરત શહેર યુવા કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરી આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ અઠવા વિસ્તારમાં વિરોધ દર્શાવવા માટે જાહેરમાં ટાયર સળગાવી તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેના પગલે સ્થળ પર અફરાતફરી સર્જાઈ હતી. મામલો તંગ બનતાં સુરત પોલીસે તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને ટાયર સળગાવી વિરોધ કરી રહેલા યુવા કોંગ્રેસના મુખ્ય હોદ્દેદારો તેમજ કાર્યકરોની સ્થળ પરથી અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ આ વિરોધ પ્રદર્શન દરમિયાન યુવા કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્રીય ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા હતા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની ઉગ્ર માંગ કરી હતી. સુરત શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, દેશભરમાં ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. લોકશાહીનું રક્ષણ કરવા માટે ચૂંટણી પંચ સંપૂર્ણપણે નિષ્પક્ષ રહે તે અનિવાર્ય છે. લોકોનો લોકતાંત્રિક સંસ્થાઓ પર વિશ્વાસ ટકી રહે તે માટે જવાબદારી નક્કી થવી જરૂરી છે. સમગ્ર રાજ્ય અને દેશભરમાં આંદોલનની ચીમકી મેહુલ દેસાઈએ વધુમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, જો ચૂંટણી કમિશનરનું રાજીનામું લેવામાં નહીં આવે તો યુવા કોંગ્રેસ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત અને દેશભરમાં આ આંદોલનને વધુ ઉગ્ર અને વ્યાપક બનાવશે. પોલીસે અટકાયત કરીને વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરતાં તેમણે સ્પષ્ટ કર્યું કે, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નાગરિકોના બંધારણીય અધિકારોની રક્ષા માટે યુવા કોંગ્રેસની આ લડત સતત ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    CJPએ કહ્યું- શું BJP ગૃહયુદ્ધ કરાવવા માગે છે:પ્રધાનના રાજીનામા માટે 36 દિવસ સુધી ધરણાં કર્યા, CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 10 ઑક્ટોબરથી પ્રદર્શન
    Next Article
    સુરેન્દ્રનગરમાં તરણેતર મેળાની ડ્યુટીમાં 103 હોમગાર્ડ ગેરહાજર:જિલ્લા કમાન્ડર દ્વારા તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરાયા, ખુલાસો માંગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment