Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ખેડૂતોના હિતમાં સરકાર દુષ્કાળ જાહેર કરે':પૂર્વ મંત્રીએ કહ્યું-બીજા વિકાસના કામ ભલે એક વર્ષ બે વર્ષ અટકી જાય, ખેતીને જીવંત રાખવા સર્વોચ્ચ ધ્યાન માત્ર આ જ વિષય પર હોવું જોઈએ

    1 day ago

    ​ગુજરાતમાં આ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ ન થવાના કારણે રાજ્યભરમાં ગંભીર અને વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે જુનાગઢ જિલ્લામાં પણ પૂરતો વરસાદ ન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાડાએ સરકાર સમક્ષ ભારપૂર્વક માગ કરી છે કે, રાજ્યમાં તાત્કાલિક ધોરણે દુષ્કાળ જાહેર કરવો જોઈએ,જેથી ખેતી અને પશુપાલન જગતને સુરક્ષિત કરી શકાય. ખેડૂતો પોતાના મૂંગા પશુઓને છોડવા માટે મજબૂર બને છે અને રડતા-રડતા પાછા ફરે છે ​પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, વાડીએ બેઠા-બેઠા ટીવી અને અન્ય માધ્યમો પર એવા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા છે જ્યાં ખેડૂતો પોતાના મૂંગા પશુઓને છોડવા માટે મજબૂર બને છે અને રડતા-રડતા પાછા ફરે છે. ખેડૂતોનું કહેવું છે કે ભલે અમારું બધું જ વેચાઈ જાય, પરંતુ અમારે ગાય, ભેંસ કે બળદ જેવા મૂવા પશુઓને છોડવા નથી. આ અત્યંત સંવેદનશીલ સ્થિતિને જોઈને જ અગાઉ 7 સપ્ટેમ્બરે વીડિયો બનાવીને સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. ‘17,000 ગામડાઓમાં ખેડૂતોને મફત બિયારણની કીટ આપવામાં આવે’ ​પશુધનને બચાવવા માટે નક્કર આયોજન રજૂ કરતા કનુભાઈ ભાલાડાએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ 16,000 થી 17,000 ગામડાઓમાં ખેડૂતોને મફત બિયારણની કીટ આપવામાં આવે. દરેક ખેડૂત એકથી બે એકરમાં મકાઈ, જુવાર અને બાજરી જેવા ઘાસચારાનું વાવેતર કરે તેવા પ્રયાસો થવા જોઈએ, જ્યારે મોટા ખેડૂતો બેથી પાંચ એકરમાં વાવેતર કરે. ખાસ કરીને દ્વારકા અને અન્ય વધુ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં માલધારીઓને પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તે માટે આ કીટ વિતરણ યોજના અત્યંત આવશ્યક છે, જેથી દરેક ગામનું પશુધન તે જ ગામમાં સચવાઈ શકે. જો દુષ્કાળ જાહેર નહીં થાય, તો ખેડૂત આગામી 7 વર્ષ સુધી બેઠો થઈ શકશે નહીં ​પોતાના 45 વર્ષના લાંબા જાહેર જીવન અને ખેડૂત આંદોલનોનો અનુભવ ટાંકતા તેમણે જણાવ્યું હતું કે, અગાઉના સમયમાં ચીમનભાઈ પટેલની સરકાર સહિતના સમયગાળામાં ખેડૂતો અને બળદગાડા-ટ્રેક્ટર તથા હોર્સપાવર પદ્ધતિ જેવા અનેક મુદ્દે સફળ આંદોલનો કર્યા છે. ખેડૂત પહેલેથી જ દેવાના બોજા હેઠળ ડૂબેલો છે અને જો આ વર્ષે સમયસર દુષ્કાળ જાહેર નહીં થાય, તો ખેડૂત આગામી પાંચથી સાત વર્ષ સુધી બેઠો થઈ શકશે નહીં. અન્ય કામો ભલે એક કે બે વર્ષ માટે અટકાવી દે, પરંતુ… ​અંતમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સરકારે વિકાસના અન્ય કામો ભલે એક કે બે વર્ષ માટે અટકાવી દે, પરંતુ ખેતીને જીવંત રાખવા અને પશુપાલકોને વ્હારે આવવા માટે આજનું સર્વોચ્ચ ધ્યાન માત્ર અને માત્ર આ જ વિષય પર હોવું જોઈએ. નાછૂટકે ખેડૂતોની આ દશા જોવાય તેમ ન હોવાથી સરકારે હવે કોઈપણ પ્રકારના વિલંબ વિના તાત્કાલિક ધોરણે પગલાં લેવા જ પડશે.
    Click here to Read More
    Previous Article
    PMની 25 વર્ષીય સેવાની ઉજવણી નિમિતે સેવા જ્યોતિ યાત્રા યોજાઈ:નરસિંહ મહેતા તળાવ ખાતે 'વિકસિત ભારત સંકલ્પ સેવા ચોક'નું નામકરણ કરાયું
    Next Article
    પોલીસે રાહુલ-પ્રિયંકાને ધરણા પરથી હટાવ્યા:પ્રિયંકાએ કહ્યું- મારપીટ કરવામાં આવી, ગઈકાલે પણ 8 કલાકના ધરણા બાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment