Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PMની 25 વર્ષીય સેવાની ઉજવણી નિમિતે સેવા જ્યોતિ યાત્રા યોજાઈ:નરસિંહ મહેતા તળાવ ખાતે 'વિકસિત ભારત સંકલ્પ સેવા ચોક'નું નામકરણ કરાયું

    1 day ago

    ​જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવર ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સમાપન બાદ નરસિંહ મહેતા સરોવરથી સરદાર બાગ સુધી ભવ્ય સેવા જ્યોતિ યાત્રા યોજાઈ હતી અને નરસિંહ મહેતા તળાવ ખાતે 'વિકસિત ભારત સંકલ્પ સેવા ચોક'નું નામકરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને સુશાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં નવી દિલ્હીથી વડાપ્રધાને વર્ચ્યુઅલી જોડાઈને પ્રેરણાદાયી સંબોધન આપ્યું હતું, જેને ઉપસ્થિત સહુએ રસપૂર્વક નિહાળ્યું હતું. ​વંદે માતરમ્ ગાનના 150 વર્ષ પૂર્ણ થવા પર સમૂહગાન કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રહેલા પૂર્વ મંત્રી અને જિલ્લા સંગઠનના પ્રભારીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, 25 વર્ષ પહેલાં ગુજરાત અને દેશની પરિસ્થિતિ અત્યંત વિકટ હતી તથા પાણીની ગંભીર સમસ્યાઓ સાથે યુવાનો અને સામાન્ય વર્ગને અનેક પડકારોનો સામનો કરવો પડતો હતો. પરંતુ છેલ્લા 12 વર્ષથી વડાપ્રધાને 'અંત્યોદય'ના સંકલ્પ સાથે છેવાડાના માનવી સુધી તમામ પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરીને રાષ્ટ્રસેવા કરી છે. આ અવસરે વંદે માતરમ્ ગાનના 150 વર્ષ પૂર્ણ થવા પર સમૂહગાન કરવામાં આવ્યું હતું, સાથે જ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ અને નારી શક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. 'દેશના વડાપ્રધાને 140 કરોડ દેશવાસીઓના ઘરે જ્યોત પ્રગટાવાનું કાર્ય કર્યું' ​ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશનું ગૌરવ અને વૈશ્વિક નેતા વડાપ્રધાનના સેવાના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા જ્યોતિ યાત્રા દ્વારા સેવાની જ્યોત પ્રજ્વલિત થઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે જ્યોત એ માત્ર પ્રકાશ નથી, પરંતુ તે એક સંકલ્પ, સેવા, દેશભાવના અને વિશ્વાસ છે. આ અલગ અલગ ધ્યેય સાથે દેશના વડાપ્રધાને 140 કરોડ દેશવાસીઓના ઘરે જ્યોત પ્રગટાવાનું કાર્ય કર્યું છે. ​વધુમાં તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ, યુવાનો, કિસાન કે ગરીબો હોય - દરેકના ઘરની અંદર વિવિધ સેવાના માધ્યમોથી તેમના જીવનમાં નવો પ્રકાશ ફેલાવવાનું કામ દેશના વડાપ્રધાને કર્યું છે. આ ભવ્ય સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ, મહાનગરપાલિકાના મેયર, સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, મહાનગરપાલિકા કમિશનર તેમજ અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ:જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થતાં ખેડૂતોમાં ખુશી,ગુણવત્તા મુજબખેડૂતોને મળ્યા મગફળીના સારા ભાવ
    Next Article
    'ખેડૂતોના હિતમાં સરકાર દુષ્કાળ જાહેર કરે':પૂર્વ મંત્રીએ કહ્યું-બીજા વિકાસના કામ ભલે એક વર્ષ બે વર્ષ અટકી જાય, ખેતીને જીવંત રાખવા સર્વોચ્ચ ધ્યાન માત્ર આ જ વિષય પર હોવું જોઈએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment