Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વકીલ રહીમે 'રોહન' બની મહિલા એડવોકેટને પ્રેમજાળમાં ફસાવી:સત્યનારાયણની કથામાં બેસી માંગ ભરીને દુષ્કર્મ આચર્યું, સિનિયરની દીકરી સાથે નિકાહ પણ કરી લીધા; સુરતમાં 'લવ જેહાદ'

    14 hours ago

    સુરતમાં ઓળખ છુપાવીને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના ષડયંત્રો વચ્ચે ચોકબજાર વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મુસ્લિમ વકીલે અસલી ઓળખ છુપાવી 'રોહન' નામ ધારણ કરી હિન્દુ મહિલા વકીલ સાથે નિકટતા કેળવી હતી. લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ અન્ય યુવતી સાથે નિકાહ કરી લેતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. ચોકબજાર પોલીસે સાડા ચાર મહિનાથી નાસતા ફરતા આરોપી વકીલ રહીમ શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓળખ છુપાવી 'રોહન' બન્યો, ઓફિસમાં હિન્દુ નામથી વટ પાડતો આરોપી વકીલ રહીમ રઝાક મુસલમાન ઉર્ફે રહીમ શેખે ભોગ બનનાર મહિલા વકીલ સાથે સંપર્ક કેળવ્યો હતો. રહીમે પોતાની ઓળખ છુપાવીને પોતાનું નામ 'રોહન' હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તે હિન્દુ ધર્મ પ્રત્યે ભારે આસ્થા ધરાવતો હોવાનો ઢોંગ કરતો હતો. આરોપી પોતાની વકીલાતની ઓફિસમાં પણ સાથી કર્મચારીઓ અને અસીલો સમક્ષ 'રોહન' તરીકે જ ઓળખ આપતો હતો, જેથી પીડિતાને કોઈ પણ પ્રકારની શંકા ગઈ નહોતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. સત્યનારાયણની કથામાં બેઠો, ઓફિસમાં જ માંગ ભરી મંગળસૂત્ર પહેરાવ્યું પીડિતાનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લેવા માટે રહીમ શેખ કોઈ પણ હદ વટાવવા તૈયાર હતો. તે મહિલા વકીલ સાથે ગણેશ ઉત્સવ દરમિયાન પૂજા-અર્ચના તેમજ સત્યનારાયણ ભગવાનની કથામાં પણ બેસતો હતો. સંબંધો ગાઢ બનતાં આરોપી રહીમે એક દિવસ પીડિતાની ઓફિસમાં જ તેની માંગમાં સિંદૂર પૂરી ગળામાં મંગળસૂત્ર પહેરાવી દીધું હતું. 'આપણે ટૂંક સમયમાં જ પરિવારની હાજરીમાં ધામધૂમથી લગ્ન કરી લઈશું' તેવો વિશ્વાસ આપી તેણે પીડિતા સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ આચર્યું હતું. સિનિયર વકીલની દીકરી સાથે નિકાહ કરી લીધા, પીડિતાએ વિરોધ કરતાં માર માર્યો લાંબા સમય સુધી પીડિતાનું શારીરિક શોષણ કર્યા બાદ જ્યારે પીડિતાએ વિધિવત લગ્ન કરવા માટે દબાણ કર્યું, ત્યારે રહીમે લગ્ન કરવાનો ચોખ્ખો ઇનકાર કરી દીધો હતો. આ દરમિયાન પીડિતાને ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી કે આરોપી રહીમ શેખે એક સિનિયર એડવોકેટ અબ્દુલ વહાબ શેખની દીકરી સાથે નિકાહ પઢી લીધા હતા. પીડિતાએ જ્યારે આ છેતરપિંડીનો વિરોધ નોંધાવ્યો ત્યારે આરોપીએ પોતાનું અસલ પોત પ્રકાશ્યું હતું. આરોપીએ પીડિતાને ઢોર માર માર્યો હતો અને તેની જાતિ પ્રત્યે અપમાનજનક ટિપ્પણીઓ કરી ગાળાગાળી કરી હતી. સાડા ચાર મહિના બાદ રહીમ રઝાક શેખની ધરપકડ છેતરાયેલી પીડિતાએ હિંમત ભેગી કરી ચોકબજાર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી રહીમ રઝાક મુસલમાન (શેખ) વિરુદ્ધ બળાત્કાર, છેતરપિંડી તેમજ એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. મામલાની સંવેદનશીલતાને ધ્યાને રાખી આ સમગ્ર કેસની તપાસ SC-ST સેલના ACP મુકેશ ઉપાધ્યાયને સોંપવામાં આવી હતી. ગુનો નોંધાયા બાદ છેલ્લા સાડા ચાર મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા આરોપી રહીમ શેખને ચોકબજાર પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
    Click here to Read More
    Previous Article
    દબાણ શાખા દ્વારા વ્હાલા-દવલાની નીતિ:માંજલપુરમાં દબાણ શાખાની કામગીરી સામે શાસક પક્ષના જ કાઉન્સિલરનો મોરચો, દબાણ હટાવવામાં પક્ષપાત કર્યો હોવાનો આક્ષેપ
    Next Article
    5.88 લાખની સાયબર ઠગાઈમાં મુંબઈનો વેપારી સકંજામાં:માત્ર 12,000ના કમિશન માટે મુંબઈના વેપારીએ એકાઉન્ટ દુબઈના ઠગને આપ્યું, આરોપીના એકાઉન્ટમાંથી 1.36 કરોડના વ્યવહારો મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment