Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દબાણ શાખા દ્વારા વ્હાલા-દવલાની નીતિ:માંજલપુરમાં દબાણ શાખાની કામગીરી સામે શાસક પક્ષના જ કાઉન્સિલરનો મોરચો, દબાણ હટાવવામાં પક્ષપાત કર્યો હોવાનો આક્ષેપ

    14 hours ago

    વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની કામગીરી સામે અવારનવાર વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે શાસક પક્ષના જ કાઉન્સિલરે પોતાની જ પાલિકાના તંત્ર સામે મોરચો માંડતા રાજકીય ગરમાવો આવી ગયો છે. શહેરના વોર્ડ નંબર 13ના સત્તા પક્ષના કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોરે પાલિકાની દબાણ શાખાને એક લેખિત રજૂઆત કરી માંજલપુર વિસ્તારમાં ચાલતી કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તંત્ર સામે પક્ષપાતપૂર્ણ રવૈયો દાખવ્યાના આક્ષેપ લેખિત પત્રમાં કાઉન્સિલરે મુખ્યત્વે લાલબાગ બ્રિજ નીચેથી લઈને વિશ્વામિત્રી બ્રિજ સુધીના મુખ્ય માર્ગ પર વધી રહેલા લારી-ગલ્લાં અને પથારાના ગેરકાયદે દબાણોનો મુદ્દો સખત શબ્દોમાં રજૂ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે દબાણ હટાવવાની ઝુંબેશ દરમિયાન તંત્ર દ્વારા પક્ષપાતપૂર્ણ રવૈયો અપનાવવામાં આવે છે. અમુક ચોક્કસ દબાણકર્તાઓ સામે જ કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે કેટલાક લાગવગ ધરાવતા કે ચોક્કસ દબાણોને અડીને પણ જોવામાં આવતું નથી. આમ, દબાણ શાખા દ્વારા એકને ખોળ અને એકને ગોળ જેવી દૂષિત નીતિ અપનાવવામાં આવી રહી છે. કામચલાઉ ધોરણે લારી-પથારા હટાવાય છે વધુમાં, કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોરે પાલિકાની કામગીરીની પોલ ખોલતા જણાવ્યું હતું કે દબાણ શાખાની ટીમ જ્યારે કાર્યવાહી કરવા આવે છે ત્યારે કામચલાઉ ધોરણે લારી-પથારા હટાવી લેવામાં આવે છે. પરંતુ ટીમ જતાંની સાથે જ ફરી એ જ સ્થળે દબાણો ઊભા થઈ જાય છે. આ પ્રકારની આઈવોશ કામગીરીથી કોઈ શાશ્વત પરિણામ મળતું નથી અને દબાણ હટાવવાનો મૂળ હેતુ જ માર્યો જાય છે. પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા આ મુખ્ય માર્ગ પર સતત વધી રહેલા દબાણોના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશ માટે ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી બ્રિજ વચ્ચે અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ નિર્માણ પામે છે, જેનાથી અકસ્માતનો ભય પણ સતત તોળાતો રહે છે. શાસક પક્ષના જ ચૂંટાયેલા પ્રતિનિધિએ દબાણ શાખાની તટસ્થતા અને કાર્યશૈલી સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવતા પાલિકા આલમમાં ખળભળાટ મચી ગયો છે. કાઉન્સિલરે માંગ કરી છે કે તંત્ર કોઈ પણ પક્ષપાત વગર તમામ દબાણો સામે એકસમાન અને કડક કાર્યવાહી કરે. ઉપરાંત, હટાવેલા દબાણો ફરી ઊભા ન થાય તે માટે ચોકીયાત ટીમ કે સીસીટીવી જેવા કાયમી અને નક્કર ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દીકરાની આત્મહત્યા બાદ રોકકળ કરનાર પરિવારના સભ્યો જ હત્યારા નીકળ્યા:ચુડાના કોરડા ગામે માતા સહિત પરિવારના 6 સભ્યોએ યુવકનું ગળું દબાવી હત્યા કરી લટકાવી દીધો
    Next Article
    વકીલ રહીમે 'રોહન' બની મહિલા એડવોકેટને પ્રેમજાળમાં ફસાવી:સત્યનારાયણની કથામાં બેસી માંગ ભરીને દુષ્કર્મ આચર્યું, સિનિયરની દીકરી સાથે નિકાહ પણ કરી લીધા; સુરતમાં 'લવ જેહાદ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment