Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શનિવારનું રાશિફળ:મેષ, મકર સહિત 6 રાશિના સફળતાના દ્વાર ખુલશે, કુંભ રાશિએ રોકાણ સંબંધિત પ્રવૃત્તિમાં સાવધાની રાખવી

    7 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 19 સપ્ટેમ્બર 2026, શનિવારના રોજ ભાદરવા સુદ આઠમ અને નોમ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ ધન છે. રાહુકાળ સવારે 09:32 થી 11:02 વાગ્યા સુધી રહેશે.. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- છેલ્લા કેટલાક સમયથી અટકેલું નાણાકીય કામ ઉકેલાઈ શકે છે. આ સાથે જો પૈતૃક મિલકતને લગતો કોઈ મુદ્દો ચાલી રહ્યો હોય, તો આજે તેના વિશે વિચાર-વિમર્શ કરવાનો યોગ્ય સમય છે. ઘરમાં કોઈ સંબંધીના આગમનથી ખુશનુમા વાતાવરણ સર્જાશે. નેગેટિવ- તમારો વ્યવહાર સંતુલિત અને ધૈર્યવાન રાખો. નહીંતર આળસ અને ગુસ્સાના કારણે બનેલું કામ બગડી પણ શકે છે. કેટલાક લોકો તમારા પ્રત્યે ઈર્ષ્યાની ભાવના રાખશે, પરંતુ તમારું કોઈ નુકસાન નહીં થાય. કોઈ પણ સ્થળ પરિવર્તન કરવા માટે સમય અનુકૂળ નથી. વ્યવસાય- સ્માર્ટ વર્કિંગ પર ભાર મૂકો. મીડિયા અને ઓનલાઈન સંબંધિત વધુમાં વધુ માહિતી મેળવવી તમને વર્તમાન વ્યવસાયની સમજ આપશે. નોકરીયાત વ્યક્તિઓ ધ્યાન રાખે, ફાઈનાન્સ જેવી પ્રવૃત્તિઓમાં કેટલીક ભૂલો પણ થઈ શકે છે. લવ- પરિવાર સાથે મનોરંજન વગેરેમાં આનંદદાયક સમય પસાર થશે. પ્રેમ સંબંધમાં મધુરતા જાળવવા માટે એકબીજા માટે સમય પણ કાઢો. સ્વાસ્થ્ય- અસંતુલિત ખાનપાન અને કબજિયાત તથા ગેસના કારણે પેટમાં દુખાવા જેવી ફરિયાદ રહેશે. યોગ, વ્યાયામ પણ અવશ્ય કરો. લકી કલર- લાલ લકી નંબર- 3 પોઝિટિવ- પ્રભાવશાળી અને અનુભવી લોકોના સાનિધ્યમાં રહેવાની તક ન છોડો, આનાથી તમારું સંપર્ક ક્ષેત્ર અને ઓળખ વધશે. વિદ્યાર્થીઓને પણ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી મુશ્કેલીમાંથી રાહત મળશે. કોઈ સંબંધીના ઘરે પ્રસંગ વગેરેમાં જવાનું નિમંત્રણ મળશે. નેગેટિવ- કોઈ પણ ખરીદ-વેચાણ કરતી વખતે પાકા બિલનો ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે ભવિષ્યમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ આ સમયનો ભરપૂર ઉપયોગ કરે અને બિનજરૂરી ફરવામાં તથા મિત્રો સાથે સમય વિતાવીને પોતાનો સમય બગાડે નહીં. વ્યવસાય- આ સમયે તમારા વ્યવસાય પર પૂરૂં ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે, કારણ કે તમારી પ્રગતિ તમારી કાર્યક્ષમતા અને મહેનત પર જ નિર્ભર કરે છે. સંપર્ક સૂત્રોને પણ મજબૂત કરો. નોકરીયાતો માટે કોઈ ઓફિશિયલ યાત્રા કરવી લાભદાયક રહેશે. લવ- પતિ-પત્ની વચ્ચે યોગ્ય સુમેળ રહેશે. જેનાથી ઘર-પરિવારમાં પણ વાતાવરણ ખુશનુમા બન્યું રહેશે. સ્વાસ્થ્ય- તમારી વ્યવસ્થિત દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. માત્ર વર્તમાન વાતાવરણથી પોતાનું રક્ષણ અવશ્ય કરો. લકી કલર- જાંબલી લકી નંબર- 8 પોઝિટિવ- અનુકૂળ ગ્રહ સ્થિતિ બની રહી છે. તમારું કોઈ સ્વપ્ન સાકાર કરવાનો ઉત્તમ સમય છે, તથા પ્રભાવશાળી લોકો સાથે તમારા લાભદાયક સંબંધો પણ સ્થાપિત થશે. સંબંધીઓ સાથે જોડાયેલા કોઈ વિવાદનો ઉકેલ આવવાથી સંબંધોમાં ફરી મધુરતા આવશે. નેગેટિવ- વિપરીત પરિસ્થિતિઓને ગુસ્સાને બદલે શાંતિપૂર્ણ રીતે ઉકેલવી વધુ યોગ્ય રહેશે. દેખાડાના કારણે નકામો ખોટો ખર્ચ પણ થઈ શકે છે. જો લોન કે ધિરાણ લેવાની યોજના હોય તો તેના પર પુનર્વિચાર ચોક્કસ કરો. વ્યવસાય- વ્યવસાયમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓ આવશે. બની શકે કે કોઈ સમસ્યા આવે ત્યારે તમારે તમારા સિદ્ધાંતો અને નિયમો સાથે થોડું સમાધાન પણ કરવું પડે. સ્ટાફની પ્રવૃત્તિઓને નજરઅંદાજ ન કરો તથા દરેક કામમાં તમારું યોગદાન અવશ્ય આપો. લવ- વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. ડિનર અને મનોરંજન સંબંધિત કોઈ યાદગાર પ્રોગ્રામ પણ બની શકે છે. સ્વાસ્થ્ય- ગેસ અને વાયુના કારણે સાંધાના દુખાવાની સમસ્યા પણ વધી શકે છે. આયુર્વેદિક વસ્તુઓનું વધુમાં વધુ સેવન કરો. લકી કલર- કેસરી લકી નંબર- 2 પોઝિટિવ- આજે કોઈ વિશેષ કામને લઈને દિવસભર ભાગદોડ રહેશે, પરંતુ તેના મનપસંદ પરિણામો મળવાથી પ્રસન્નતા પણ રહેશે. નજીકના સંબંધીઓ સાથે મુલાકાત થશે અને પરસ્પર મેળાપથી સૌને ખુશી પણ મળશે. યુવાનોને પોતાના વ્યવસાય સંબંધિત કોઈ માર્ગદર્શન મળશે. નેગેટિવ- ઉતાવળ અને બેદરકારી નુકસાનનું કારણ બનશે, તેથી સમજી-વિચારીનેને જ કોઈ પગલું ભરો. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનની અવહેલના ન કરો. થોડો સમય બાળકો સાથે પણ અવશ્ય વિતાવો. વિપરીત લિંગના લોકો સાથે મુલાકાત કરતી વખતે મર્યાદાનું ધ્યાન રાખો. વ્યવસાય- કારોબારી પ્રવૃત્તિઓ મન મુજબ ચાલતી રહેશે. સ્થળ પરિવર્તનની પણ શક્યતા બની રહી છે. મિલકતની ખરીદ-વેચાણ સંબંધિત બાબતોમાં નુકસાન થઈ શકે છે, તેથી આ કાર્યો આજે સ્થગિત રાખો. કર્મચારીઓએ જાહેર સ્થળો પર સાવધ રહેવાની જરૂર છે. લવ- પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને થોડું મનદુઃખ રહેશે. યુવા વર્ગ પ્રેમ સંબંધોને બદલે પોતાના કરિયર પર ધ્યાન આપે. સ્વાસ્થ્ય- અતિશય કાર્યભારના કારણે શારીરિક અને માનસિક થાક રહેશે. તમારા કામો બીજા સાથે વહેંચવાનો પ્રયાસ કરો. લકી કલર- વાદળી લકી નંબર- 1 પોઝિટિવ- આજે કેટલાક જૂના મિત્રોને મળવાથી કેટલીક ખુશનુમા યાદો તાજી થશે, જેનાથી મન ખુશ રહેશે. તમારું કોઈ મિલકત અથવા કોઈ ખાસ વસ્તુની ખરીદ-વેચાણ સંબંધિત કામ ઉકેલાવાનું છે, તેથી પહેલાથી જ તેના પર પૂરૂં કામ કરીને રાખો. નેગેટિવ- તમારી નાણાકીય પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપો. ખર્ચના મામલામાં વધુ ઉદારતા ન રાખો અને બીજાના મામલામાં દખલગીરી પણ ન કરો. જોકે તમારા દ્વારા આપવામાં આવેલા સૂચનથી ઘણા હદ સુધી સંબંધોમાં સુધારો આવશે. પડોશીઓ સાથે તાલમેલ જાળવી રાખવામાં તમારે પહેલ કરવી પડશે. વ્યવસાય- કાર્યસ્થળ પર તમારું પ્રભુત્વ જળવાઈ રહેશે. જોકે તમે તમારો વધુ સમય આપી શકશો નહીં, પરંતુ કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવાથી કામ સુચારુ રૂપે થતું રહેશે. આ સમયે માર્કેટિંગ સંબંધિત કાર્યો પર પણ ધ્યાન આપો. નોકરીયાતો પર કામ અંગે ઉચ્ચ અધિકારીઓનું દબાણ રહેશે. લવ- ઘર-પરિવાર પ્રત્યે જીવનસાથીનો સહયોગ અને સેવા ભાવ તમને માનસિક શાંતિ આપશે. પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. અસંતુલિત ખાનપાનના કારણે બળતરા અને એસિડિટીની સમસ્યા વધી શકે છે. પ્રવાહી પદાર્થોનું વધુમાં વધુ સેવન કરો. લકી કલર- ગુલાબી લકી નંબર- 3 પોઝિટિવ- સમય ખૂબ જ સકારાત્મક છે. પરિવારજનો સાથે થોડો સમય વિતાવીને તમે અનુભવ કરશો કે તમે તાજગી અનુભવી રહ્યા છો. આત્મવિશ્વાસ અને મહેનત તમને તમારા કાર્યોમાં સફળતા આપશે. તમારી યોગ્યતા અને ક્ષમતાના પણ વખાણ થશે. નેગેટિવ- કેટલાક નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારી ટીકા અને નિંદા કરશે, પરંતુ ચિંતા ન કરો તમારું કોઈ અહિત નહીં થાય. સારું રહેશે કે પોતાના કામમાં વ્યસ્ત અને મસ્ત રહો. ક્યાંય પણ ઉધાર આપતા પહેલા તેની પરત મેળવણી પણ સુનિશ્ચિત કરો. વ્યવસાય- વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં કેટલાક બદલાવ આવશે. તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા નકારાત્મક પરિસ્થિતિઓને કાબૂમાં કરી લેશો. પરંતુ તમારી યોજનાઓ અને કાર્યપ્રણાલીને કોઈની સામે જાહેર ન કરો. નોકરીયાતો પોતાના કાર્યો ખૂબ જ સાવધાનીથી કરે. લવ- પરિવારજનો સાથે શોપિંગ વગેરેમાં મસ્તીભર્યો સમય પસાર થશે. પ્રેમ સંબંધોમાં વધુ મધુરતા વધશે. સ્વાસ્થ્ય- ગેસ અને એસિડિટીની સમસ્યા પરેશાન કરી શકે છે. પોતાના ખાનપાન પ્રત્યે ખૂબ જ સજાગ રહેવાની જરૂર છે. લકી કલર- પીળો લકી નંબર- 6 પોઝિટિવ- છેલ્લા સમયથી કોઈ કામને લઈને ચાલી રહેલી સમસ્યા આજે દૂર થઈ શકે છે. સોસાયટી તથા સામાજિક પ્રવૃત્તિઓમાં પણ તમારી હાજરી ચોક્કસ રાખો. લાંબા સમય પછી કોઈ પ્રિય સંબંધીને મળવાની તક મળશે તથા પરસ્પર મુલાકાત ખુશી અને ઉમંગભરી રહેશે. નેગેટિવ- કોઈ પણ મહત્વપૂર્ણ કામમાં પરિવારના સભ્યોની સંમતિ અવશ્ય લો. કોઈ નજીકના સંબંધી સાથે વાદ-વિવાદ શક્ય છે. જોકે તમે પરિસ્થિતિઓને સંભાળી પણ લેશો. ક્યાંય પણ પૈસા ઉધાર આપતા પહેલા તેની પરત મેળવણી સુનિશ્ચિત કરી લો નહીંતર તમે પોતે નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વ્યવસાય- વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ ગંભીરતાથી વિચાર-વિમર્શ અને મૂલ્યાંકન કરવાની જરૂર છે. આ સમયે ક્યાંય પૈસા રોકાણ કરવા પણ યોગ્ય નથી. ઓફિસમાં નવી કાર્યપ્રણાલીના કારણે તમારું કામ સરળ થઈ જશે. પ્રાઈવેટ સેક્ટર સાથે જોડાયેલા લોકોને પ્રમોશન મળવાની પ્રબળ શક્યતા બની રહી છે. લવ- પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. પાર્ટનર સાથે અકારણ જ કોઈ બાબતને લઈને મનદુઃખની સ્થિતિ બની શકે છે. સ્વાસ્થ્ય- વર્તમાન વાતાવરણના કારણે સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું ગંભીરતાથી પાલન કરો. તમારું નિયમિત ચેકઅપ કરાવતા રહો. લકી કલર- કેસરી લકી નંબર- 9 પોઝિટિવ- દિવસની શરૂઆત સુખદ થશે તથા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવમાંથી પણ રાહત મળશે. વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ સંબંધિત કોઈ સમસ્યાનો ઉકેલ મળવાના પૂરા યોગ બન્યા છે. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. નેગેટિવ- કોઈ સંબંધીના કારણે તમારું કોઈ કામ વચ્ચે અટકી શકે છે, જેના કારણે સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું રહેશે. તમારો આત્મવિશ્વાસ અને ઊર્જા જાળવી રાખવી જરૂરી છે. તમારા ખાસ કાર્યોને પ્રાથમિકતા આપો. વ્યવસાય- વ્યવસાય સંબંધિત તમામ નિર્ણયો જાતે જ લો અને તેનો અમલ કરો, કારણ કે અન્ય કોઈની સલાહ તમારા નુકસાનનું કારણ બની શકે છે. નોકરીયાતો પર આજે કાર્યભાર વધુ રહેશે. ઓવરટાઈમ પણ કરવો પડી શકે છે. લવ- ઘરમાં સુખદ વાતાવરણ રહેશે તથા પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને મધુરતા જાળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય- એસિડિટી અને પેટ ખરાબ થવા જેવી સમસ્યા પરેશાન કરશે, જેનું કારણ તમારી પોતાની જ બેદરકારી છે. કુદરતી સારવાર જ ઉત્તમ રહેશે. લકી કલર- લીલો લકી નંબર- 5 પોઝિટિવ- આજે મિલકતની ખરીદ-વેચાણ સંબંધિત ચાલી રહેલી કોઈ ડીલ ફાઈનલ થઈ શકે છે. બીજાની સલાહ લેવાને બદલે પોતાના નિર્ણયને જ સર્વોપરી રાખો. ઘરની જાળવણી સંબંધિત વસ્તુઓ માટે ઓનલાઈન શોપિંગ પણ થશે. નેગેટિવ- ધ્યાન રાખો કે જો પ્રયત્નશીલ કાર્યોમાં કોઈ વિઘ્ન આવે છે, તો તેનું કારણ તમારી એકાગ્રતામાં અભાવ જ હશે. બીજાના મામલામાં વગર માગી સલાહ આપવી તમારા માન-હાનિનું કારણ બનશે, તેથી પોતાના કામથી જ મતલબ રાખો. વ્યવસાય- મીડિયા, આર્ટ્સ, કમ્પ્યુટર વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં લાભદાયક સ્થિતિઓ બની રહી છે. પરંતુ તેમ છતાં સ્પર્ધાત્મક પરિસ્થિતિઓનો સામનો કરવો જ પડશે. કર્મચારીઓને આજે પોતાની મરજી વિરુદ્ધ કોઈ ડ્યુટી કરવી પડી શકે છે. લવ- પારિવારિક મામલાઓમાં બહારની વ્યક્તિઓની દખલગીરી ન થવા દો. નાની-મોટી નકારાત્મક વાતોને અવગણવી જ યોગ્ય છે. સ્વાસ્થ્ય- તણાવની અસર તમારી પાચન પ્રણાલી પર પણ પડશે. યોગનો સહારો લો તથા હેલ્ધી ખાનપાન રાખો. લકી કલર- વાદળી લકી નંબર- 2 પોઝિટિવ- આ સમયે ગ્રહ સ્થિતિ અને ભાગ્ય પૂર્ણતઃ તમારા માટે ઉત્તમ પરિસ્થિતિઓ બનાવી રહ્યા છે. જે કામ છેલ્લા ઘણા સમયથી અટકેલા હતા, તે આજે થોડા પ્રયાસથી જ પૂરા થઈ જશે. રાજકીય તથા સામાજિક પ્રવૃત્તિઓમાં પણ તમારું પ્રભુત્વ રહેશે. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાં લાગશે. નેગેટિવ- મશીનરી અથવા લોખંડ સાથે સંકળાયેલા સાધનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરો. કેટલાક લોકો તમને તમારા લક્ષ્યથી ભટકાવવાનો પ્રયાસ કરી શકે છે, મજબૂત રહો અને તમારું મનોબળ પડવા ન દો, નહીંતર તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થશે. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં વિસ્તાર સંબંધિત યોજનાઓ બનશે. તમારું માન-સન્માન અને દબદબો જળવાઈ રહેશે. પરંતુ ધ્યાન રાખો કે ઉતાવળ અને અતિ ઉત્સાહથી બનેલું કામ બગડી પણ શકે છે. નોકરીયાતોને મનપસંદ સ્થળે બદલીની સૂચના મળવાથી પ્રસન્નતા રહેશે. લવ- પતિ-પત્ની વચ્ચે પરસ્પર સંબંધોમાં મધુર સુમેળ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ પારિવારિક મંજૂરી મળવાથી રાહત રહેશે. સ્વાસ્થ્ય- પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે, પરંતુ કોઈ પરેશાન થવા જેવી વાત નથી. માત્ર તાત્કાલિક સારવાર લેવાની જરૂર છે. લકી કલર- બદામી લકી નંબર- 1 પોઝિટિવ- આજે તમે કોઈ કઠોર નિર્ણય લઈ શકો છો, જે ભવિષ્યમાં ફળદાયી થશે. આ સમયે તમારા પરસ્પર સંબંધોને મજબૂત કરવામાં તમારું વિશેષ ધ્યાન રહેશે. અભ્યાસ કરી રહેલા લોકોનું ધ્યાન પોતાના લક્ષ્ય પર રહેશે અને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ પણ રહેશે. નેગેટિવ- રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. તમે કોઈ ષડયંત્ર અથવા વિરોધાભાસની સ્થિતિમાં ફસાઈ શકો છો. આ સમયે કોઈ પણ યાત્રા પરેશાનીદાયક રહેશે. સખત મહેનત છતાં યોગ્ય પરિણામો પ્રાપ્ત નહીં થાય. વ્યવસાય- વ્યવસાયમાં પોતાના કામથી જ મતબલ રાખો તથા સફળતા મેળવવાનો શક્ય હોય તેટલો પ્રયાસ કરો. વર્તમાન સમયમાં ચાલી રહેલા વ્યાવસાયિક કાર્યોની સાથે સાથે કેટલાક નવા કામ પર પણ તમારું ધ્યાન કેન્દ્રિત કરો, કારણ કે આ સમયે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં છે, નિશ્ચિતપણે તમને ફાયદો થવાનો છે. લવ- કોઈ બહારની વ્યક્તિના કારણે ઘરમાં થોડું નકારાત્મક વાતાવરણ રહેશે. સારું રહેશે કે બીજા કોઈની દખલગીરી તમારા પરિવાર પર ન પડવા દો. પ્રેમ સંબંધો મધુર રહેશે. સ્વાસ્થ્ય- ગેસ અને એસિડિટીની હળવી સમસ્યા રહેશે. જોકે થોડી સાવધાનીથી સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે. લકી કલર- ક્રીમ લકી નંબર- 8 પોઝિટિવ- કોઈ અટકેલું કામ સરળતાથી પૂરું થઈ જશે. જો મિલકત સંબંધિત કોઈ ખરીદ-વેચાણ માટે પ્રયત્નશીલ છો, તો આજનો દિવસ શુભ છે. અચાનક જ કોઈ દૂરના વ્યક્તિ દ્વારા યોગ્ય સહયોગ મળશે અને તમારી નાણાકીય મુશ્કેલી પણ દૂર થશે. નેગેટિવ- રૂપિયા-પૈસાના મામલામાં કોઈના પર પણ ભરોસો ન કરો. વીતેલી નકારાત્મક વાતો પર ધ્યાન આપીને તમારી ઊર્જા નકામી ન બગાડો, કારણ કે આની અસર તમારી કાર્યક્ષમતા પર પડશે. તેથી વર્તમાન પરિસ્થિતિઓ પર જ તમારી ઊર્જા લગાવો. વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકોને કેટલાક વિઘ્નો આવી શકે છે. વ્યવસાય- વ્યાવસાયિક સ્થળ પર કેટલાક ઉતાર-ચઢાવ આવશે. આ સમયે તમામ કાર્યો પોતાની દેખરેખ હેઠળ જ ઉકેલવાનો પ્રયાસ કરો, કોઈ કર્મચારીનું નકારાત્મક વલણ તમને પરેશાન કરી શકે છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટના બિઝનેસમાં નફો રહેશે. નોકરી મેળવવા માટે પ્રયત્નશીલ લોકોને આજે કોઈ શુભ સમાચાર મળી શકે છે. લવ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે. જોકે, પારિવારિક વ્યવસ્થા જાળવી રાખવામાં તમારું યોગ્ય યોગદાન રહેશે. સ્વાસ્થ્ય- બેદરકારી અને તણાવના કારણે અપચો અને એસિડિટીની સમસ્યા વધી શકે છે. સંતુલિત આહાર લેવો જરૂરી છે. લકી કલર- કેસરી લકી નંબર- 7
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે રૂ.68 લાખની છેતરપિંડી:8 વર્ષથી પરીકગીત બંગાળી કારીગરને બે વર્ષમાં 467 ગ્રામ સોનું પાલીસ કરવા આપ્યું હતું
    Next Article
    19 સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ:મેષ અને સિંહ રાશિના લોકોને મળશે લાભની તક, વૃષભ-તુલા જાતકો માટે ધીરજ અને સમજદારીનો દિવસ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment