Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના 35 વર્ષીય ટ્રાવેલ્સ સંચાલકનું હાર્ટએટેકથી મોત:પરિવારમાં નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ, 5 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

    8 hours ago

    રાજકોટ શહેરમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાજકોટમાં રહેતા 35 વર્ષીય શિવરાજ ચૌહાણને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સારવાર મળે એ પહેલા જ મોત નિપજતા પરિવાર માટે નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ખુશીનો માહોલ માતમ માં ફેરવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે મૃતક યુવાનને સંતાનમાં એક 5 વર્ષનો પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. મૃતક યુવાન ટ્રાવેલ્સ પેઢી ચલાવતા રાજકોટ શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા અને અમૃત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પેઢી ચલાવતા 35 વર્ષીય શિવરાજ ચૌહાણને ગઈકાલે બપોરના સમયે છાતીમાં દુખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી આ પછી ફરી અચાનક રાત્રીના સમયે છાતીમાં દુખાવો ઉપડતા પરિવારજનોએ 108માં સંપર્ક કરતા 108 ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા યુવકને મૃત જાહેર કર્યો હતો જો કે આમ છતાં પરિવારજનોએ તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવા કહેતા તેને કાલાવડ રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવતા ત્યાં પણ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. 5 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરતા પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરતા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જેના પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. મૃતક યુવાનને સંતાનમાં એક 5 વર્ષનો પુત્ર છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના કારીયાણી ગામે 250 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ:બેસતા વર્ષના દિવસે ગાયોના ધણને દોડાવીને લેવાય છે શુકન, અશ્વ હરીફાઈ બની આકર્ષણનું કેન્દ્ર
    Next Article
    ફટાકડા દૂર ફોડવાનું કહેતા કાકા-ભત્રીજા પર હુમલો:ટંકારાના ગોકુલનગરમાં પાઇપ, ધારીયા અને કુહાડીથી માર માર્યો; 6 શખ્સો સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment