Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક લાખ યુવાનો માટે સ્કિલિંગનો મેગા પ્લાન:250થી વધુ ઉદ્યોગ-સંસ્થાઓ જોડાશે, તાલીમ બાદ રોજગાર પર ફોકસ

    9 hours ago

    ગુજરાત સરકારે યુવાનોને ઉદ્યોગની જરૂરિયાત મુજબનું કૌશલ્ય આપવા માટે ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ (NGKRM) અંતર્ગત મોટો પ્લાન તૈયાર કર્યો છે. વર્ષ 2026-27માં એક લાખથી વધુ યુવાનોને તાલીમ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ પહેલમાં 250થી વધુ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓએ ભાગીદારી માટે પ્રસ્તાવ રજૂ કર્યા છે, જેમાં LT, ન્યૂ એજ્યુકેશન ફાઉન્ડેશન, આર્સેલર મિત્તલ ગ્રુપ, ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ-મારુતિ સુઝુકી, ટાટા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ, બોનાન્ઝા LLP, ઈ-ખોડિયાર સોલ્યુશન્સ અને ગણપત યુનિવર્સિટી સહિતની સંસ્થાઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શરૂ કરાયેલા આ મિશનનો મુખ્ય હેતુ રાજ્યમાં ઉદ્યોગોની જરૂરિયાત અને યુવાનોની કુશળતા વચ્ચેનું અંતર ઘટાડવાનો છે. મિશન હેઠળ ‘ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ્સ ફોર એડવાન્સ્ડ સ્કિલ્સ’ (GIAS)ને ઉદ્યોગલક્ષી તાલીમનું મુખ્ય માધ્યમ બનાવવામાં આવ્યું છે. GIAS મારફતે NSQF લેવલ 1થી 8 સુધીના ટૂંકા અને લાંબા ગાળાના વ્યાવસાયિક અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવશે. 20 પ્રાથમિક અને 12 નવા ટેક્નોલોજી ક્ષેત્રોમાં તાલીમ મિશન હેઠળ હેલ્થકેર, IT-ITeS, ઈલેક્ટ્રોનિક્સ, લોજિસ્ટિક્સ, એરોસ્પેસ, ફૂડ પ્રોસેસિંગ, પ્રવાસન, મીડિયા અને બાંધકામ સહિત 20 પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે. સાથે જ AI, રોબોટિક્સ, ઈલેક્ટ્રિક વ્હીકલ્સ, બ્લોકચેન, સાયબર સિક્યુરિટી, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ડેટા સાયન્સ અને ડ્રોન ટેક્નોલોજી જેવા ઉભરતા ટેક્નોલોજી ક્ષેત્રોમાં પણ ભવિષ્યલક્ષી કૌશલ્યો વિકસાવવામાં આવશે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે, આ મિશનનો ઉદ્દેશ સમગ્ર રાજ્યમાં માંગ આધારિત અને ઉદ્યોગ સંચાલિત કૌશલ્ય વિકાસ તથા રોજગારનું ઈકોસિસ્ટમ ઊભું કરવાનો છે. જ્યારે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે, મિશન દ્વારા યુવાનોને ભવિષ્યની ટેક્નોલોજી અને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવશે. 14થી 59 વર્ષ સુધીના લોકો તાલીમ લઈ શકશે આ યોજનામાં 14થી 59 વર્ષની વયના લોકો ઉપરાંત મહિલાઓ, ઈ-શ્રમ અને ઈ-નિર્માણ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિકો, હાલના ઔદ્યોગિક કામદારો, આર્થિક રીતે નબળા વર્ગો, વંચિત સમુદાયો અને રોજગારની શોધમાં રહેલા બેરોજગાર લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાલીમ રહેણાંક, બિન-રહેણાંક તેમજ અગાઉના અનુભવની માન્યતા એટલે કે RPL જેવા મોડલથી આપવામાં આવશે. તાલીમાર્થીને 120 કલાકે રૂ.500ની સહાય તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પ્રમાણપત્ર મેળવનારા પાત્ર તાલીમાર્થીને દર 120 કલાકની તાલીમ માટે રૂ.500ની સીધી નાણાકીય સહાય DBT મારફતે આધાર-લિંક બેંક ખાતામાં આપવામાં આવશે. તાલીમ વિનામૂલ્યે પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ફેસ રેકગ્નાઇઝેશનથી હાજરી, 90 દિવસનું CCTV રેકોર્ડિંગ તાલીમમાં ગેરરીતિ અટકાવવા માટે સરકાર દ્વારા કડક મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. તાલીમ કેન્દ્રોમાં જિયો-ફેન્સિંગ, ફેસ રેકગ્નાઇઝેશન આધારિત બાયોમેટ્રિક હાજરી, 90 દિવસનું CCTV સર્વેલન્સ, બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, પ્રમાણિત ટ્રેનરો અને ઉદ્યોગના ધોરણો મુજબનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફરજિયાત રહેશે. નોંધણીથી લઈને હાજરી, મૂલ્યાંકન, સર્ટિફિકેશન અને પ્લેસમેન્ટ સુધીની સમગ્ર પ્રક્રિયા NGKRMના ડિજિટલ પ્લેટફોર્મ પર ટ્રેક કરવામાં આવશે. પ્લેસમેન્ટના પરિણામ પ્રમાણે તાલીમ સંસ્થાને ચૂકવણી સરકારે તાલીમ પ્રદાતાઓ માટે કામગીરી આધારિત ચૂકવણીનું માળખું પણ અમલમાં મૂક્યું છે. તાલીમાર્થીની નોંધણી, સર્ટિફિકેશન અને પ્લેસમેન્ટના પરિણામોને આધારે તાલીમ સંસ્થાઓને ચૂકવણી કરવામાં આવશે. આથી માત્ર તાલીમની સંખ્યા નહીં પરંતુ તાલીમ બાદના રોજગાર પરિણામો પર પણ ભાર મૂકવામાં આવશે. 2026-27માં એક લાખથી શરૂઆત, આગળ 5 લાખનો લક્ષ્યાંક NGKRM હેઠળ 2026-27 દરમિયાન એક લાખ ઉમેદવારોને તાલીમ આપવાનું લક્ષ્યાંક છે. તબક્કાવાર આ ક્ષમતા વધારીને દર વર્ષે પાંચ લાખ તાલીમાર્થીઓ સુધી પહોંચાડવાની યોજના છે. નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન તાલીમ સંસ્થાઓનું એમ્પેનલમેન્ટ સતત ખુલ્લું રહેશે. પાત્ર સંસ્થાઓ ઓનલાઈન અરજી કરી શકશે અને પસંદ થયેલા ભાગીદારોને ત્રણ વર્ષ માટે પેનલમાં સ્થાન મળશે, જેને કામગીરીના આધારે વધુ બે વર્ષ સુધી લંબાવી શકાશે. સરકારના જણાવ્યા મુજબ, ‘વિકસિત ગુજરાત @2047’ના વિઝન સાથે જોડાયેલી આ પહેલનો હેતુ ગુજરાતમાં ઉદ્યોગની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરવાનો અને યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી કરવાનો છે. સ્કિલિંગ, રિ-સ્કિલિંગ અને અપ-સ્કિલિંગ પર ભાર મૂકીને રાજ્યમાં ઉદ્યોગ સાથે સીધું જોડાયેલું કૌશલ્ય વિકાસનું માળખું ઊભું કરવાની દિશામાં આ મિશન મહત્વનું પગલું બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં શ્રાવણમાસ નિમિત્તે ભક્તિમય માહોલ:શિવમંદિરોમાં પૂજન અર્ચન; મંત્રોચ્ચારથી મંદિરો ગૂંજ્યા
    Next Article
    Earthquake in Leh News: 5.5ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ભારતની ધરતી | Ladakh | Epicenter | India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment