Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં શ્રાવણમાસ નિમિત્તે ભક્તિમય માહોલ:શિવમંદિરોમાં પૂજન અર્ચન; મંત્રોચ્ચારથી મંદિરો ગૂંજ્યા

    8 hours ago

    હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ શિવમંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શિવભક્તોએ મંદિરોમાં પહોંચી ભગવાન શિવજીને જળાભિષેક કરી બીલીપત્ર અર્પણ કર્યા હતા અને પૂજા-અર્ચના કરી હતી. હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા ઝરણેશ્વર મહાદેવ અને સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે વહેલી પરોઢથી જ ભક્તો દર્શન અને પૂજા માટે ઉમટી પડ્યા હતા. ભક્તોએ વિવિધ દ્રવ્યોનો અભિષેક કર્યા બાદ 'ૐ નમઃ શિવાય'ના મંત્રોચ્ચાર સાથે ભગવાન ભોળાનાથને બીલીપત્ર અર્પણ કર્યા હતા. ભોલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આજથી બ્રાહ્મણો દ્વારા યજમાનોની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક પૂજાઓનો પ્રારંભ થયો છે. આ ઉપરાંત, બ્રાહ્મણો દ્વારા પાર્થેશ્વર પૂજાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. વરસાદી માહોલ વચ્ચે મંદિરોમાં ગુંજતા મંત્રોચ્ચાર અને ભક્તોના જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું. હિંમતનગરના હરસિદ્ધિ માતાજીના મંદિરે પણ આજથી હિંડોળાની શરૂઆત થઈ છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન કૃષ્ણના હિંડોળાને વિવિધ ચીજવસ્તુઓથી શણગારવામાં આવશે. શ્રાવણ માસના પ્રારંભે ગુરુવારે આ હિંડોળાને આસોપાલવથી શણગારવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં સ્વતંત્રતા દિવસની સજાવટ સામે લોકોનો વિરોધ:લાખોના ખર્ચે કામચલાઉ રોશની, જનતાએ કાયમી સુવિધાઓની માંગ કરી
    Next Article
    એક લાખ યુવાનો માટે સ્કિલિંગનો મેગા પ્લાન:250થી વધુ ઉદ્યોગ-સંસ્થાઓ જોડાશે, તાલીમ બાદ રોજગાર પર ફોકસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment