Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં સ્વતંત્રતા દિવસની સજાવટ સામે લોકોનો વિરોધ:લાખોના ખર્ચે કામચલાઉ રોશની, જનતાએ કાયમી સુવિધાઓની માંગ કરી

    7 घंटे पहले

    પોરબંદરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે શહેરના વિવિધ માર્ગો, વૃક્ષો અને મુખ્ય સ્થળોને લાખો રૂપિયાના ખર્ચે રંગબેરંગી લાઈટો અને સ્ક્રીનોથી શણગારવામાં આવ્યા છે. જોકે, આ કામચલાઉ સજાવટ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક અહેવાલો અનુસાર, આ લાઈટિંગ અને સ્ક્રીનો કાયમી નથી, પરંતુ ભાડે લાવવામાં આવી છે. પાંચ દિવસની ઉજવણી બાદ તંત્ર દ્વારા આ લાઈટોનું લાખો રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે.નાગરિકોનું કહેવું છે કે માત્ર પાંચ દિવસના દેખાડા પાછળ પ્રજાના ટેક્સના લાખો રૂપિયાનો બિનજરૂરી ખર્ચ થઈ રહ્યો છે. તેઓ આ ખર્ચને વેડફાટ ગણી રહ્યા છે. નાગરિકો અને સ્થાનિકોની મુખ્ય માંગ છે કે લાખો રૂપિયા ભાડા પેટે ચૂકવવાને બદલે તંત્ર દ્વારા કાયમી સુવિધાઓ પૂરી પાડવામાં આવે. જેમાં શહેરના જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે અથવા નથી, ત્યાં કાયમી સ્ટ્રીટ લાઈટો અને ટ્યુબલાઈટો નાખવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રોશનીના કામચલાઉ દેખાડા કરવાને બદલે રસ્તા પર પડેલા ખાડાઓ પૂરીને માર્ગો સુધારવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. લોકોનું સ્પષ્ટપણે કહેવું છે કે લાખો રૂપિયાના ભાડા ચૂકવીને "ખોટો વિકાસ" બતાવવા કરતાં પ્રજાને કાયમી ધોરણે ઉપયોગી થાય તેવા વાસ્તવિક કામો કરવા જોઈએ.
    Click here to Read More
    Previous Article
    Kangana Ranaut का Rahul Gandhi पर निशाना | Parliament Session 2026 | Amit Shah | PM Modi | Congress
    Next Article
    સાબરકાંઠામાં શ્રાવણમાસ નિમિત્તે ભક્તિમય માહોલ:શિવમંદિરોમાં પૂજન અર્ચન; મંત્રોચ્ચારથી મંદિરો ગૂંજ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment