Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5.88 લાખની સાયબર ઠગાઈમાં મુંબઈનો વેપારી સકંજામાં:માત્ર 12,000ના કમિશન માટે મુંબઈના વેપારીએ એકાઉન્ટ દુબઈના ઠગને આપ્યું, આરોપીના એકાઉન્ટમાંથી 1.36 કરોડના વ્યવહારો મળ્યા

    13 hours ago

    ઓનલાઈન પ્લેટફોર્મ પર સામાન્ય નાગરિકોને શિકાર બનાવી લાખો રૂપિયા પડાવતા સાયબર અપરાધીઓ સામે સુરત સાયબર ક્રાઈમ સેલે મોટી લાલ આંખ કરી છે. મુંબઈમાં ખુદનો ધંધો-વેપાર ધરાવતો 46 વર્ષીય વેપારી ઈમરાન ખીલચી આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓ સાથે મળી આ ગુનાહિત નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું છે. સુરતના એક જાગૃત નાગરિક સાથે ડેટિંગ એપ મારફતે સંપર્ક સાધી, ઈ-કોમર્સ બિઝનેસમાં ઊંચા વળતરની લાલચ આપી ભોગ બનનાર પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 5,88,909 ટ્રાન્સફર કરાવી આ વેપારી અને તેની ટોળકીએ ગુનો આચર્યો હતો. બનાવટી વેબસાઈટ બનાવી રમાયો ખેલ તપાસમાં બહાર આવ્યું છે કે સાયબર ઠગોએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા બાદ એક બોગસ ઈ-કોમર્સ વેબસાઈટની લિંક મોકલી હતી. આ ફેક પોર્ટલ પર ફરિયાદીનું આઈડી બનાવડાવી મોટો નફો મેળવવાના બહાને લાખોનું રોકાણ કરાવ્યું હતું. ફરિયાદીએ નાણાં જમા કરાવ્યા બાદ કોઈ જ વળતર ન મળતાં તેમજ મૂળ રકમ પણ અટવાઈ જતાં પોતે છેતરાયા હોવાનું માલૂમ પડ્યું હતું. સમગ્ર મામલે ભોગ બનનારે સુરત શહેર સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મુંબઈથી 46 વર્ષીય વેપારી ઈમરાનની ધરપકડ સુરત સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે મુંબઈના ગ્રાન્ટ રોડ સ્ટેશન નજીક આવેલા રહેમવિલામાં દરોડો પાડી 46 વર્ષીય વેપારી ઈમરાન યુસુફ બફાતી ખીલચીને ઝડપી પાડ્યો છે. પૂછપરછમાં સામે આવ્યું કે આ વેપારીએ પોતાની ફર્મના નામનું HDFC બેંકનું કરન્ટ એકાઉન્ટ દુબઈ ખાતે બેઠેલા વોન્ટેડ આરોપીને માત્ર 12,000ના કમિશન પેટે સાયબર ફ્રોડની રકમ સગેવગે કરવા માટે આપ્યું હતું. વેપારીના એકાઉન્ટમાંથી 1.36 કરોડના વ્યવહારો મળ્યા પોલીસે આરોપી વેપારીના કરન્ટ એકાઉન્ટની ઝીણવટભરી તપાસ હાથ ધરતાં ચોંકાવનારા વ્યવહારો સામે આવ્યા છે. 2021ની 9મી એપ્રિલથી 2026ના સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન આ એક જ એકાઉન્ટમાંથી 1,36,05,550ના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ સાયબર સિન્ડિકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ તથા દુબઈના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા સુરત પોલીસે વેપારીના રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વકીલ રહીમે 'રોહન' બની મહિલા એડવોકેટને પ્રેમજાળમાં ફસાવી:સત્યનારાયણની કથામાં બેસી માંગ ભરીને દુષ્કર્મ આચર્યું, સિનિયરની દીકરી સાથે નિકાહ પણ કરી લીધા; સુરતમાં 'લવ જેહાદ'
    Next Article
    "માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી કામ બંધ...":વડોદરા કલેક્ટર કચેરી ખાતે 350થી વધુ કર્મચારીઓનો પોસ્ટર સાથે વિરોધ, અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment