Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી કામ બંધ...":વડોદરા કલેક્ટર કચેરી ખાતે 350થી વધુ કર્મચારીઓનો પોસ્ટર સાથે વિરોધ, અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા

    18 hours ago

    રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મહેસૂલી મંડળની પડતર માંગણીઓનો ઉકેલ નહીં લાવવામાં આવતા વડોદરાના મહેસૂલી કર્મચારીઓએ આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. પડતર માંગણીઓના વિરોધમાં આજે વડોદરા જિલ્લા મહેસૂલી વિભાગના 380 જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતાં સરકારી કામકાજ ખોરવાયું છે. કલેક્ટર કચેરી ખાતે પોસ્ટર સાથે વિરોધ અને સરકારને અલ્ટીમેટમ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને કર્મચારીઓએ પોસ્ટર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, મહામંડળના આદેશ અનુસાર ૧લી તારીખ પછી આજથી અમે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છીએ. સરકારને ચર્ચા વિચારણા માટે બોલાવીને 30 દિવસનો સમય આપવા છતાં અમારી 14 જેટલી માંગણીઓ અંગે કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી. અગાઉ માસ સીએલ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જ્યાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે. આવકના દાખલાથી લઈ ઈ-ધરા સુધીની કામગીરી ઠપ્પ વડોદરા જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ કામથી અલિપ્ત રહેતા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હડતાલના કારણે આવકના દાખલા, રેશનકાર્ડમાં નામ સુધારો, પ્રોપર્ટી વેચાણ અંગે ઈ-ધરામાં નોંધ અને વારસાઈની નોંધ જેવી તમામ ઓનલાઈન તેમજ ઓફલાઈન કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે. કર્મચારી મંડળે જાહેર જનતાને પડનારી તકલીફ બદલ માફી માંગી છે અને સ્પષ્ટ કર્યું છે કે માંગણીઓ સ્વીકારાતા જ તેઓ કામ પર પરત ફરવા તૈયાર છે. આ માંગણીઓ સ્વીકારવાથી સરકારને કોઈ મોટું નાણાકીય નુકસાન થાય તેમ નથી. કર્મચારીઓની મુખ્ય માંગણીઓ શું છે? મહિલા કર્મચારી દવીનાબેન વસાવાએ 14 માંગણીઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્ય મુદ્દાઓમાં 2015ના કારકુનોને 2026માં મળેલા પ્રોમોશન બાદ અલગ અલગ જિલ્લાઓમાં મુકાયા છે, તેમને પાછા મૂળ જિલ્લામાં લાવવામાં આવે. મહેસૂલી તલાટીઓનો જોબચાર્ટ નક્કી થયો છે, છતાં તેમને બીજા વિભાગની કામગીરી સોંપાતાં જોબચાર્ટ ફરીથી બેલેન્સ કરીને બનાવવામાં આવે. આ ઉપરાંત, 2012ના નાયબ મામલતદારોની ડીમ્ડ ડેટથી સિનિયોરિટી યાદી તથા તે પછીના નાયબ મામલતદારો, કારકુન અને રેવેન્યુ તલાટીની સિનિયોરિટી યાદી સમયસર તૈયાર થાય તેવી માંગ છે. વધતા કામના ભારણ અને પરીક્ષાઓ મુદ્દે રોષ કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, LRQ, પ્રી-સર્વિસ અને HRQ પરીક્ષાઓ સમયસર લેવાતી નથી, તેમાં ઘણો ગેપ રહે છે જે સમયસર લેવાવી જોઈએ. સ્વ-વિનંતીથી જિલ્લા ફેરબદલી કરતાં કારકુનો અને રેવેન્યુ તલાટીઓની સિનિયોરિટી પાછળ જતાં તેમનું પ્રોમોશન અટકી જાય છે, જેમાં યોગ્ય સુધારો જરૂરી છે. નાયબ મામલતદારો અને કારકુનો પર કામનું ભારણ ખૂબ વધુ છે. સરકારે કામનું યોગ્ય બેલેન્સ કરવું જોઈએ, જેથી નાગરિકોના કામ સમયસર થાય અને કર્મચારીઓને સ્ટ્રેસ (માનસિક તણાવ) અને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે
    Click here to Read More
    Previous Article
    5.88 લાખની સાયબર ઠગાઈમાં મુંબઈનો વેપારી સકંજામાં:માત્ર 12,000ના કમિશન માટે મુંબઈના વેપારીએ એકાઉન્ટ દુબઈના ઠગને આપ્યું, આરોપીના એકાઉન્ટમાંથી 1.36 કરોડના વ્યવહારો મળ્યા
    Next Article
    20 કિલો 200 ગ્રામ ચાંદી, 3.40 લાખ રોકડા જપ્ત:છત્તીસગઢથી બિલ વગર દાગીના લઈને જતો રાજકોટનો શખ્સ રેલવે પોલીસના સકંજામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment