Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20 કિલો 200 ગ્રામ ચાંદી, 3.40 લાખ રોકડા જપ્ત:છત્તીસગઢથી બિલ વગર દાગીના લઈને જતો રાજકોટનો શખ્સ રેલવે પોલીસના સકંજામાં

    12 hours ago

    આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા રેલવે પોલીસ દ્વારા સ્ટેશન પર સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ચેકિંગ દરમિયાન રેલવે પોલીસે એક મોટી સફળતા મેળવતા સંતરાગાચી-પોરબંદર એક્સપ્રેસમાંથી રાજકોટના એક મુસાફરને 20 કિલોથી વધુ ચાંદી અને લાખો રૂપિયાની રોકડ સાથે ઝડપી પાડ્યો છે. શંકાસ્પદ બેગમાંથી મળ્યો 20 કિલોથી વધુ ચાંદીનો જથ્થો વડોદરા રેલવે સ્ટેશન પર પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે સંતરાગાચી-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા રાજકોટના એક શખ્સની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેની પાસે રહેલી બે બેગની તલાશી લીધી હતી. પોલીસ તપાસમાં આ બેગમાંથી 72 નંગ ચોરસા સહિતના ચાંદીના દાગીના મળી આવ્યા હતા. જેનું કુલ વજન 20 કિલો 200 ગ્રામ થવા જાય છે. આ સાથે જ મુસાફર પાસેથી 3,40,000ની રોકડ પણ મળી આવતા પોલીસે ચાંદી અને રોકડ મળીને કુલ 50.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. છત્તીસગઢથી રાજકોટ તરફ થતી હતી હેરાફેરી આ સમગ્ર મામલે વડોદરા રેલવે પીઆઇ (PI) જે.એસ. મહીડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પકડાયેલા શંકાસ્પદ વ્યક્તિની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ચાંદી અને રોકડનો મુદ્દામાલ છત્તીસગઢના રાયપુર પાસે આવેલા છપા ગામના એક જ્વેલર્સ પાસેથી લાવવામાં આવ્યો હતો અને તેને રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો. બિલ અને GST દસ્તાવેજો અંગે સઘન તપાસ શરૂ લાખો રૂપિયાનો ચાંદીનો જથ્થો પકડાતા રેલવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આટલી મોટી માત્રામાં ચાંદીની હેરાફેરી માટે જરૂરી સોના-ચાંદીના કાયદેસરના બિલો અને GST સંબંધિત દસ્તાવેજો આ મુસાફર પાસે છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઉપરાંત, આ ચાંદીનો જથ્થો રાજકોટમાં ચોક્કસ કોને પહોંચાડવાનો હતો. તે અંગે પણ પોલીસ દ્વારા મુસાફરની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    "માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી કામ બંધ...":વડોદરા કલેક્ટર કચેરી ખાતે 350થી વધુ કર્મચારીઓનો પોસ્ટર સાથે વિરોધ, અચોક્કસ મુદતની હડતાળ પર ઊતર્યા
    Next Article
    CJPએ કહ્યું- શું BJP ગૃહયુદ્ધ કરાવવા માગે છે:પ્રધાનના રાજીનામા માટે 36 દિવસ સુધી ધરણાં કર્યા, CEC વિરુદ્ધ 10 ઑક્ટોબરથી પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment