Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CJPએ કહ્યું- શું BJP ગૃહયુદ્ધ કરાવવા માગે છે:પ્રધાનના રાજીનામા માટે 36 દિવસ સુધી ધરણાં કર્યા, CEC વિરુદ્ધ 10 ઑક્ટોબરથી પ્રદર્શન

    15 hours ago

    સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું કે ભાજપ પોતાના કાર્યકર્તાઓને કહી રહી છે કે દિલ્હી પહોંચીને પથ્થરમારો કરો. લાઠીઓ ચલાવો. શું સરકાર દેશમાં ગૃહયુદ્ધ ઇચ્છે છે? અમે સરકારને ચેતવણી આપીએ છીએ કે સુધરી જાઓ. દેશનો યુવા જવાબદારી માગી રહ્યો છે. અગાઉની ભૂલનું પુનરાવર્તન ન કરો. વાસ્તવમાં, દિલ્હીના પ્રેસ ક્લબમાં કૉક્રોચ જનતા પાર્ટી અને ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ બુધવારે પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. તેમણે વધુમાં કહ્યું કે જ્ઞાનેશ કુમારને માત્ર હટાવવામાં ન આવે, પરંતુ તેમની સામે કેસ પણ દાખલ કરવામાં આવે અને તેમને સજા મળે. એક સ્વતંત્ર સમિતિ તેમની અને તેમના નિર્ણયો અંગે તપાસ કરે. 10 ઑક્ટોબરે કૉક્રોચ જનતા પાર્ટી દિલ્હીના જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે પ્રદર્શન કરવાની છે. 20 જૂનથી 25 જુલાઈ સુધી કૉક્રોચ જનતા પાર્ટીએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે 36 દિવસ સુધી દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કાર્યકર્તા સોનમ વાંગચુક પણ ભૂખહડતાળ પર બેઠા હતા. CJP અને લેફ્ટે કહ્યું- પોલીસે બર્બરતા આચરી, 4 વાતો મહિલા પ્રદર્શનકારીઓ સાથે ગેરવર્તન: સૌરવ દાસે કહ્યું કે દિલ્હી પોલીસના પુરુષ પોલીસકર્મીઓ મહિલા પ્રદર્શનકારીઓ સાથે ગેરવર્તન કરી રહ્યા છે. દિલ્હી પોલીસમાં રહેલા અને પૈસાના જોરે ભરતી કરાયેલા આવા કોઈપણ દરિંદાઓને છોડવાના નથી. પોલીસ બર્બરતા આચરી શકે છે: સૌરવ દાસે કહ્યું કે જ્યારે અમે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગી રહ્યા હતા ત્યારે પોલીસે બર્બરતા આચરી હતી. લોકોના માથાં ફોડી નાખ્યાં, છોકરીઓ સાથે ગેરવર્તન કર્યું, પેલેટ ગન ચલાવી, બિહારમાં તો ભાજપ સરકારે એકે-47 સુધી ચલાવી દીધી. અમને આશંકા છે કે આ વખતે દિલ્હીમાં પણ આ લોકો આવું જ કંઈક આયોજન કરી રહ્યા છે. 10 ઓક્ટોબરે દિલ્હીમાં આવવાની અપીલ: મીડિયા સાથે વાત કરતાં સૌરવ દાસે કહ્યું કે સરકારને ડર છે કે જો દેશના યુવાનો એકજૂટ થઈ ગયા તો તેમનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે. હું અપીલ કરું છું કે 10 ઓક્ટોબરે દિલ્હી આવો. લોકશાહી બચાવવા વિપક્ષ એકસાથે: નેહા બોરાએ કહ્યું કે 4 ઓક્ટોબરે ઈન્ડિયા ગેટથી જંતર-મંતર સુધીની માર્ચમાં લગભગ 3000 લોકો હતા. પરંતુ ત્યાં મને એક ખાનગી ગાડીમાં એકલી બેસાડવામાં આવી હતી. જોકે પ્રદર્શનકારીઓએ તે ગાડીને આગળ વધવા દીધી નહોતી. જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 7 મોટા વિરોધ પ્રદર્શન 2 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી દેશભરમાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ માટે 7 મોટા વિરોધ પ્રદર્શન થઈ ચૂક્યાં છે. SIR અંગે જ્ઞાનેશ અને ચૂંટણી પંચ પર સવાલો ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ SIR સાથે જોડાયેલા નિર્ણયો અને આદેશો સામે રેકોર્ડમાં ઓછામાં ઓછા 14 વખત વાંધો ઉઠાવ્યો હતો. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક નિર્ણયો બંને ચૂંટણી કમિશનરોની જાણકારી અથવા ભલામણ વિના જારી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિપક્ષ CEC જ્ઞાનેેશ કુમરના રાજીનામાની માંગ સાથે દેશભરમાં પ્રદર્શન કરી રહ્યો છે. મુંબઈમાં પ્રદર્શન બાદ દિલ્હીની જાહેરાત કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ 2 ઑક્ટોબરની રાત્રે લગભગ 10:46 વાગ્યે ‘એક્સ’ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે જો જ્ઞાનેેશ કુમારે રાજીનામું નહીં આપ્યું, તો 10 ઑક્ટોબરે સમગ્ર દેશમાંથી કોકરોચ દિલ્હી પહોંચશે. દીપકેએ લખ્યું, “જો દિલ્હી પોલીસ અમને રોકવાનો પ્રયાસ કરશે, તો જ્યાં તેઓ અમને રોકશે, ત્યાં જ અમારું જંતર-મંતર હશે. અમારું આંદોલન શાંતિપૂર્ણ હશે. અમે મહાત્મા ગાંધી દ્વારા બતાવેલા માર્ગ પર ચાલીશું.”
    Click here to Read More
    Previous Article
    20 કિલો 200 ગ્રામ ચાંદી, 3.40 લાખ રોકડા જપ્ત:છત્તીસગઢથી બિલ વગર દાગીના લઈને જતો રાજકોટનો શખ્સ રેલવે પોલીસના સકંજામાં
    Next Article
    રાહુલ જંતર-મંતરથી 200 મીટર દૂર રસ્તા પર બેઠા:કહ્યું- જ્ઞાનેશ કુમાર માન્ય CEC નથી, રાજીનામું ન આપે ત્યાં સુધી વિરોધ કરીશું; ગઈકાલે 8 કલાક ધરણા કર્યા હતા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment