Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી જિલ્લામાં મહેસૂલ કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાલ:પડતર માંગણીઓના નિરાકરણની માંગ સાથે તાલુકા મથકે વિરોધ, કામગીરી ઠપ થતાં અરજદારો પરેશાન

    8 hours ago

    અમરેલી જિલ્લામાં મહેસૂલ કર્મચારીઓમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. મહેસૂલ કર્મચારી મંડળ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને અનિશ્ચિત મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે. જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર મહેસૂલ કર્મચારીઓ પટાંગણમાં એકત્ર થઈ હડતાલ પર ઉતર્યા છે અને પોતાની કામગીરીથી અળગા રહ્યા છે. કર્મચારીઓએ સરકાર સમક્ષ લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓનું વહેલી તકે નિરાકરણ લાવવા રજૂઆત કરી છે. લાંબા સમયથી માંગણીઓ પડતર મહેસૂલ કર્મચારીઓના જણાવ્યા મુજબ, પોતાની વિવિધ માંગણીઓને લઈને અગાઉ પણ સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, વારંવાર રજૂઆતો છતાં માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો ન હોવાનો કર્મચારીઓનો આક્ષેપ છે. જેના પગલે હવે મહેસૂલ કર્મચારી મંડળે અનિશ્ચિત મુદતની હડતાલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કર્મચારીઓએ જ્યાં સુધી તેમની માંગણીઓ અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી આપી છે. તાલુકા મથકે કર્મચારીઓનો વિરોધ અમરેલી જિલ્લામાં વિવિધ તાલુકા મથકો પર કર્મચારીઓએ પટાંગણમાં હડતાલ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. કર્મચારીઓ કામગીરીથી અળગા રહેતા મહેસૂલ વિભાગની દૈનિક કામગીરી પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. કર્મચારીઓએ એકસૂરમાં પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર સમક્ષ માંગ કરી છે. અરજદારોની કામગીરીમાં વિલંબની શક્યતા મહેસૂલ કર્મચારીઓની હડતાલના કારણે જમીન સંબંધિત કામગીરી ઉપરાંત વિવિધ દાખલા-પ્રમાણપત્રો, હક્કપત્રકમાં ફેરફાર, વારસાઈ નોંધ સહિતની મહેસૂલી કામગીરીમાં વિલંબ થવાની શક્યતા છે. કર્મચારીઓ કામગીરીથી અળગા રહેતા સરકારી કચેરીઓમાં આવતાં અરજદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવે સરકાર દ્વારા કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.
    Click here to Read More
    Previous Article
    તહેવારો પહેલા ગોધરામાં બેંક મેનેજરો સાથે સુરક્ષા બેઠક યોજાઈ:SP કચેરી ખાતે ચોરી-લૂંટ રોકવા તકેદારીના પગલાં પર ચર્ચા
    Next Article
    ગોધરાના શહેરા ભાગોળ LC-4 પાસે પાણીના નિકાલની કામગીરી શરૂ:પાણી નીકળ્યા બાદ અંડરપાસનું કામ ફરી શરૂ થશે, સ્થાનિકોને રાહત મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment