Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘હવે અમારું નામ લીધું તો મારી નાખીશું’:નવાપરામાં પડોશમાં રહેતા ચાર શખસનો વૃદ્ધ પર હુમલો, ભાઈના ઘરમાંથી સિમેન્ટ-રેતીની થેલીઓ ગુમ થવા બાબતે પૂછપરછ કરતા માર માર્યો

    21 hours ago

    ભાવનગરના નવાપરા વિસ્તારમાં સિમેન્ટ અને રેતીની થેલીઓ ગાયબ થવા બાબતે આડોશ-પાડોશમાં પૂછપરછ કરવા જેવી નજીવી બાબતે ચાર શખસોએ એક વૃદ્ધને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વૃદ્ધે નિલમબાગ પોલીસ મથકમાં તેમના પડોશમાં રહેતા ચાર શખસો સામે ફરિયાદ નોંધાવી છે. સિમેન્ટ, રેતી અને પાણીની થેલીઓ ગુમ બાબતે મારામારી નવાપરા, ઊંડી ખડકી વિસ્તારમાં મકાન સમારકામની સામગ્રી ગુમ થવા બાબતે થયેલી પૂછપરછથી મનદુખ રાખી ચાર પાડોશીઓએ એક વૃદ્ધ અને તેમના પિતા પર ઢીકાપાટુનો નિર્મમ હુમલો કર્યો હતો. ઘર પાસે રાખેલી સિમેન્ટ, રેતી અને પાણીની થેલીઓ ગુમ થતાં બોલાચાલી થઈ હતી, જે બાદ આ હિંસક બનાવ બન્યો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધને ગંભીર હાલતમાં સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચારેય શખ્સોએ અપશબ્દો બોલીને હુમલો કરી દીધો હતો નવાપરામાં રહેતા અને ખાનગી નોકરી કરતા 65 વર્ષીય ઇકબાલ મહીડાના નાનો ભાઈ ઘરમાં લાદી ફીટ કરાવવા માટે દાદરા પાસે લાવેલી સામગ્રી ગુમ થતાં આસપાસમાં તપાસ કરી રહ્યો હતો. આ દરમિયાન પાડોશી ઈલીયાસ ડેરૈયા, ઇમરાન ડેરૈયા, યુનુસ ગુંદીગરા અને શકીલ ગુંદગીરા સાથે પૂછપરછ વેળાએ બોલાચાલી થતાં ચારેય શખ્સોએ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. ઇકબાલભાઈએ બાયપાસ સર્જરી કરાવી હોવાની જાણ હોવા છતાં, આરોપીઓએ તેમને છાતીના ભાગે ઢીકા મારી ઢીકાપાટુનો માર માર્યો હતો. વચ્ચે પડેલા તેમના વૃદ્ધ પિતાને પણ રોડ પર પછાડીને માર મરાયો હતો. ‘હવે અમારું નામ લીધું તો મારી નાખીશું’ બાદમાં આસપાસના લોકોએ એકત્ર થઈ બંનેને વધુ મારમાંથી છોડાવ્યા હતા. હુમલાખોરો હવે પછી નામ લીધું તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે ઇકબાલભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે મકરપુરા પોલીસે તમામ ચારેય આરોપીઓ સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના વારાહીમાં સહકારી મંડળીમાંથી 1.15 લાખની ચોરી:ઓફિસ અને તિજોરીના તાળાં તોડી તસ્કરો ફરાર, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
    Next Article
    વ્યારા સુગરમાં બાકી નાણાં ન મળતા ખેડૂતોનો ઉગ્ર વિરોધ:તાપી સેવાસદન બહાર સહકારી અગ્રણી માનસિંગ પટેલના પૂતળાનું દહન, ભાજપના જ અગ્રણીઓ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment