Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના વારાહીમાં સહકારી મંડળીમાંથી 1.15 લાખની ચોરી:ઓફિસ અને તિજોરીના તાળાં તોડી તસ્કરો ફરાર, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

    22 hours ago

    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહીમાં આવેલી 'ધી સાંતલપુર તાલુકા વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી.'ની ઓફિસમાંથી 1,15,221 રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરો ઓફિસ અને તિજોરીના તાળાં તોડીને ફરાર થઈ ગયા હતા. વારાહી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મંડળીના મેનેજર મહંમદખાન ભાણજીખાન મલેકે ફરિયાદ નોંધાવી છે. 4 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે ઓફિસ બંધ કરાઈ હતી. બીજા દિવસે સવારે સિપાઈ મહમ્દહુસેન અબ્દુલભાઈએ મુખ્ય દરવાજા અને અંદરના રૂમના તાળાં તૂટેલા જોયા હતા. તપાસ કરતા ટેબલના ડ્રોવરનું લોક તૂટેલું હતું અને તિજોરીની ચાવી ગાયબ હતી. અંદરની તિજોરી ખુલ્લી હતી અને તેમાંથી 1,15,221 રૂપિયાની રોકડ રકમ ગાયબ હતી. વારાહી પોલીસે ગુનો દાખલ કરી પીએસઆઈ યોગેશકુમાર નાગજીભાઈ પટેલને તપાસ સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    મુળધરાઇ કલસ્ટરમાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું:13 શાળાઓએ ભાગ લીધો, પાટણા જિલ્લા પંચાયત સદસ્ય સહિતના આગેવાનો હાજર રહ્યા
    Next Article
    ‘હવે અમારું નામ લીધું તો મારી નાખીશું’:નવાપરામાં પડોશમાં રહેતા ચાર શખસનો વૃદ્ધ પર હુમલો, ભાઈના ઘરમાંથી સિમેન્ટ-રેતીની થેલીઓ ગુમ થવા બાબતે પૂછપરછ કરતા માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment