Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારા સુગરમાં બાકી નાણાં ન મળતા ખેડૂતોનો ઉગ્ર વિરોધ:તાપી સેવાસદન બહાર સહકારી અગ્રણી માનસિંગ પટેલના પૂતળાનું દહન, ભાજપના જ અગ્રણીઓ જોડાયા

    20 hours ago

    વ્યારા સુગર ફેક્ટરીમાં ખેડૂતોના લાંબા સમયથી બાકી નીકળતા નાણાંની ચૂકવણી ન થતાં શેરડી પકવતા ખેડૂતોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેડૂતો દ્વારા આંદોલન વધુ તેજ બનાવતાં તાપી જિલ્લા સેવાસદનના મુખ્ય ગેટ બહાર સહકારી અગ્રણી માનસિંગ પટેલના પૂતળાનું દહન કરી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ખેડૂતો સાથે ભાજપના જ અગ્રણીઓ ખુલ્લેઆમ મેદાનમાં ઉતરી આવતાં સમગ્ર જિલ્લાના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. ભાજપ સામે ભાજપ: સ્થાનિક નેતાગીરીમાં ભડકો સહકારી ક્ષેત્રના દિગ્ગજ અને ભાજપ જૂથ સાથે સંકળાયેલા અગ્રણી માનસિંગ પટેલ સામેના આ વિરોધમાં ભાજપના જ હોદ્દેદારો અને પૂર્વ પદાધિકારીઓ જોડાયા હતા. જેમાં પ્રદેશ ભાજપ અનુસૂચિત જનજાતિ (ST) મોરચાના ઉપાધ્યક્ષ, ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ સહિતના નેતાઓએ ખેડૂતોના સમર્થનમાં પૂતળા દહન કાર્યક્રમમાં સક્રિય હાજરી આપી હતી. શાસક પક્ષના જ આગેવાનો પોતાના પક્ષના સહકારી અગ્રણી સામે વિરોધમાં જોડાતાં સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. રેલ રોકો આંદોલન અને ડિરેક્ટરોના ઘરો સામે ધરણાની ચીમકી વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂત આગેવાનો અને ઉપસ્થિત નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી હતી કે, જો ખેડૂતોના મહેનતના બાકી નાણાં તાત્કાલિક નહીં ચૂકવાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં સમગ્ર વિસ્તારમાં 'રેલ રોકો આંદોલન' કરવામાં આવશે અને સુગર ફેક્ટરીના દરેક ડિરેક્ટરોના ઘર બહાર અચોક્કસ મુદતના ધરણા યોજવામાં આવશે. સેવાસદન બહાર થયેલા પૂતળા દહનને પગલે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો, પરંતુ ખેડૂતોને પોતાના હકની રકમ ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ‘હવે અમારું નામ લીધું તો મારી નાખીશું’:નવાપરામાં પડોશમાં રહેતા ચાર શખસનો વૃદ્ધ પર હુમલો, ભાઈના ઘરમાંથી સિમેન્ટ-રેતીની થેલીઓ ગુમ થવા બાબતે પૂછપરછ કરતા માર માર્યો
    Next Article
    12 F-15E Jets, 45 MQ-9 Drones: US Lost 81 Military Aircraft In Iran War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment