Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં સેવા જ્યોતિ કળશ યાત્રા યોજાઈ:પીએમ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધન કરી નાગરિકોને લેવડાવ્યો સામૂહિક સંકલ્પ

    9 hours ago

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે પાટણ APMC માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનો ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ તથા ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી નાગરિકોને સંબોધન કરી ‘વિકસિત ભારત @ 2047’ના નિર્માણ માટે સામૂહિક સંકલ્પ લેવડાવ્યો હતો. દેશભક્તિના ગીતો સાથે ગુજરાતની વિકાસગાથા રજૂ કરાઈ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અને વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતની વિકાસગાથા રજૂ કરતી ડોક્યુમેન્ટ્રીનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓએ યોજનાઓથી થયેલા લાભ અને પોતાના અનુભવો અંગે પ્રતિભાવો રજૂ કર્યા હતા. ત્રણ પવિત્ર જ્યોત પ્રજ્વલિત કરી કળશ યાત્રાનો પ્રારંભ કાર્યક્રમ દરમિયાન APMC માર્કેટ યાર્ડ ખાતેથી ત્રણ પવિત્ર જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી. ત્યારબાદ ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ રોટલીયા હનુમાન મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં તેનું સમાપન થયું હતું. 7 ઓક્ટોબર, 2001થી શરૂ થયેલી જનસેવાની યાત્રાનો ઉલ્લેખ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતથી શરૂ થયેલી નરેન્દ્ર મોદીની જનસેવાની યાત્રા આજે દેશના વિકાસની સફર બની છે. ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ દ્વારા સેવા, જનકલ્યાણ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય હોવાનું તેમણે જણાવ્યું હતું. જનકલ્યાણકારી યોજનાઓથી પરિવર્તનની વિગતો રજૂ કરાઈ કાર્યક્રમમાં અગ્રણી પ્રશાંત કોરાટે જનધન, ઉજ્જવલા, આયુષ્માન ભારત અને PM-KISAN સહિતની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી હતી. આ યોજનાઓના કારણે સમાજના વિવિધ વર્ગોમાં થયેલા સામાજિક અને આર્થિક પરિવર્તનની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકોની મોટી સંખ્યામાં હાજરી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, લવિંગજી ઠાકોર, પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર, APMC ચેરમેન સ્નેહલ પટેલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખેલ મહાકુંભમાં બાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મેડલ જીત્યા:તાલુકા કક્ષાની ખોખો, કબડ્ડી અને એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું
    Next Article
    વિવિધ સરકારી યોજના પર આધારિત સ્પર્ધા:ગાંધી જયંતિએ છાણી જકાતનાકા ખાતે સરકારી યોજનાઓ પર થીમ કેક, ફરસાણ સ્પર્ધા યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment