Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં એક્ટિવા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત:મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા સવાર માતા-પુત્રીને અકસ્માત નડ્યો, માતાને માથાના ભાગે ગંભીર ઇજા, કારચાલક કાર મૂકી ફરાર

    12 hours ago

    વડોદરા શહેરના ગુરુકુળ ચાર રસ્તાથી વાઘોડિયા તરફ જતા રોડ પર મોડી રાત્રે એક્ટિવા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારચાલક વધુ ઝડપે કાર હંકારી રહ્યો હોવાના કારણે એક્ટિવા સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે એક્ટિવા પર માતા અને પુત્રી સવાર હતા. અકસ્માતની જોરદાર ટક્કરમાં એક્ટિવા સવાર મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માતના કારણે રોડ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ અકસ્માત સર્જાયા બાદ કારચાલક પોતાની કાર ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત કાર અને એક્ટિવા અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરી અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેની પાછળના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લાજપોર જેલમાં VIP ટ્રીટમેન્ટનો પર્દાફાશ:11 મોબાઈલ મળતાં 2 હવાલદાર, 3 સુબેદાર અને 3 સિપાહી સસ્પેન્ડ, જેલરની બદલી, 3 માથાભારે કેદી ટ્રાન્સફર
    Next Article
    સુરતમાં 'ઘર સોપ્સ'ના ડુપ્લિકેટ સાબુ વેચવાનું કૌભાંડ:સ્કિન ટેન રિમૂવલ સાબુ લાવી 4 મહિનાથી મીશો પર વેચતા બે વેપારી ₹2.04 લાખના જથ્થા સાથે ઝડપાયા, મુખ્ય સપ્લાયર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment