Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 'ઘર સોપ્સ'ના ડુપ્લિકેટ સાબુ વેચવાનું કૌભાંડ:સ્કિન ટેન રિમૂવલ સાબુ લાવી 4 મહિનાથી મીશો પર વેચતા બે વેપારી ₹2.04 લાખના જથ્થા સાથે ઝડપાયા, મુખ્ય સપ્લાયર ફરાર

    11 hours ago

    સુરત શહેરમાં બનાવટી અને ભેળસેળયુક્ત કોસ્મેટિક ચીજવસ્તુઓનું વેચાણ કરતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લસકાણા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાણીતી ઘર સોપ્સ બ્રાન્ડના ડુપ્લિકેટ સાબુના જંગી જથ્થા સાથે બે ઓનલાઇન વેપારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા ચાર મહિનાથી આ ગોરખધંધો ચલાવતા હતા અને મોટા વરાછાના સપ્લાયર પાસેથી નકલી સાબુ લાવી માત્ર પેકિંગ કરીને ઓનલાઇન પ્લેટફોર્મ 'મીશો' પર ધૂમ વેચાણ કરતા હતા. પોલીસે સ્થળ પરથી ₹2.04 લાખની કિંમતના 2,000 બોક્સ સાબુ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓફિસમાંથી પેકિંગ અને ઓનલાઇન વેચાણનું નેટવર્ક પકડાયું લસકાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, લસકાણા ગઢપુર રોડ પર આવેલી એન.સી. ઠક્કર સ્કૂલ સામેના સહજાનંદ હબની ઓફિસ નંબર-104માંથી ડુપ્લિકેટ સાબુનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે ઓફિસ પર છાપો મારતાં ત્યાંથી 'GHAR SOAPS AYURVEDA + SCIENCE MAGIC SOAP' નામની બ્રાન્ડના હૂબહૂ ડુપ્લિકેટ સાબુ મળી આવ્યા હતા. સ્થળ પરથી એક બોક્સમાં 3 સાબુ પેક કરેલા હોય તેવા કુલ 2,000 બોક્સ (કુલ 6,000 નંગ સાબુ) જપ્ત કરવામાં આવ્યા હતા. ₹102 લેખે ગણતરી કરતા કુલ ₹2,04,000/- ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. 4 મહિનાથી નેટવર્ક સક્રિય, ₹399 નો સાબુ માત્ર ₹102 માં પધરાવતા પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ છેલ્લા 4 મહિનાથી આ ડુપ્લિકેટ સાબુનું વેચાણ કરી રહ્યા હતા. આ સાબુ સ્કિન ટેન રિમૂવલ (મેજિક સોપ) તરીકે સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય છે. ઓરિજિનલ કંપનીનું 3 સાબુનું પેકેટ બજારમાં ₹399 માં વેચાય છે, જેની સામે આ આરોપીઓ ભારે ડિસ્કાઉન્ટ કે ઓફરના નામે ઓનલાઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશો પર માત્ર ₹102 માં નકલી સાબુ ગ્રાહકોને પધરાવી આર્થિક ફાયદો મેળવતા હતા. કોઈ ગ્રાહક પ્રોડક્ટ રિટર્ન કરે તો તેનું એડ્રેસ પણ પોતાના ઘરનું આપેલું હતું. મોટા વરાછાનો મુખ્ય સપ્લાયર ફરાર, દુકાન બંધ કરી ભાગી ગયો આ કેસમાં પકડાયેલા બંને આરોપીઓની ઓળખ ચિરાગભાઈ નાગજીભાઈ રંગાણી (ઉં.વ. 31, રહે. આશિર્વાદ રો-હાઉસ, સરથાણા જકાતનાકા, મૂળ અમરેલી) અને દીપકભાઈ કાળુભાઈ રાદડિયા (ઉં.વ. 34, રહે. શ્યામ એન્ટેલિયા, મોટા વરાછા, મૂળ અમરેલી) તરીકે થઈ છે. આરોપીઓએ જણાવ્યું કે તેમની ઓફિસ માત્ર પેકેજિંગ યુનિટ તરીકે કામ કરતી હતી. નકલી સાબુનો જથ્થો મોટા વરાછા ખાતે રહેતો શખ્સ સપ્લાય કરતો હતો. પોલીસ સપ્લાયરની ઓફિસે પહોંચી ત્યારે તે દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ઓરિજિનલ કંપનીને ઈ-મેલ કરાયો, બેંક ખાતાઓની તપાસ શરૂ પકડાયેલા વેપારીઓ પાસે જીએસટી કે ડિસ્ટ્રીબ્યુટરશિપ અંગેનું કોઈ જ લાયસન્સ કે બિલ મળ્યું નથી. હાલ લસકાણા પોલીસે આ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધી છે. સાથે જ સાચી પ્રોડક્ટ બનાવતી ઓરિજિનલ કંપનીનો સંપર્ક સાધી કોપીરાઈટ ભંગ અંગે ઈ-મેલથી જાણ કરવામાં આવી છે. ઓનલાઇન પેમેન્ટ કયા બેંક એકાઉન્ટમાં જમા થતું હતું અને આ નકલી સાબુ ક્યાં બનાવવામાં આવતા હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં એક્ટિવા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત:મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા સવાર માતા-પુત્રીને અકસ્માત નડ્યો, માતાને માથાના ભાગે ગંભીર ઇજા, કારચાલક કાર મૂકી ફરાર
    Next Article
    સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ઘટી:મનપા ચૂંટણીમાં હવે 90 મતદાન મથકો સંવેદનશીલ, સમીક્ષા બાદ 39 ઘટ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment