Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ઘટી:મનપા ચૂંટણીમાં હવે 90 મતદાન મથકો સંવેદનશીલ, સમીક્ષા બાદ 39 ઘટ્યાં

    15 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન મથકોની સુરક્ષાને લઈને ચૂંટણીની જાહેરાત સમયે કરવામાં આવેલા પ્રાથમિક મૂલ્યાંકન સામે હવે સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ઘટી છે. ચૂંટણીના પ્રારંભિક તબક્કે ચૂંટણી તંત્ર દ્વારા શહેરના 295 પૈકી 129 મતદાન મથકોને સંવેદનશીલ કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ હરીફ ઉમેદવારોની આખરી યાદી જાહેર થયા પછી જિલ્લા ચૂંટણી તંત્ર અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે સમગ્ર સ્થિતિનું પુનઃવિશ્લેષણ અને પુનઃસમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રક્રિયાના અંતે હવે 90 મતદાન મથકો સંવેદનશીલ તરીકે યથાવત્ રાખવામાં આવ્યા છે. એટલે કે પ્રાથમિક યાદીની સરખામણીએ સંવેદનશીલ બૂથની સંખ્યા 39 જેટલી ઘટી છે. 11 વોર્ડમાં કુલ 295 મતદાન મથકો પર મતદાન યોજાવાનું છે. સંવેદનશીલ બૂથ પર વિશેષ સુરક્ષા રખાશે હવે અંતિમ યાદી મુજબ સંવેદનશીલ જાહેર થયેલા 90 મતદાન મથકો પર સામાન્ય બૂથની સરખામણીએ વધુ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ ઉપરાંત મતદાન પ્રક્રિયા દરમિયાન જરૂરી સ્થળોએ પોલીસ બંદોબસ્ત વધારવા, ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ અને સંવેદનશીલ મથકો પર ખાસ તકેદારી રાખવાની વ્યવસ્થા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવશે. 295માંથી 90 એટલે કે આશરે 30 ટકા મતદાન મથકો સંવેદનશીલ રહેતા ચૂંટણીના દિવસે આ બૂથો પર સુરક્ષા વ્યવસ્થા વિશેષ મહત્વની રહેશે. કયા વોર્ડમાં કેટલા બુથ સંવેદનશીલ
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 'ઘર સોપ્સ'ના ડુપ્લિકેટ સાબુ વેચવાનું કૌભાંડ:સ્કિન ટેન રિમૂવલ સાબુ લાવી 4 મહિનાથી મીશો પર વેચતા બે વેપારી ₹2.04 લાખના જથ્થા સાથે ઝડપાયા, મુખ્ય સપ્લાયર ફરાર
    Next Article
    ગ્રાઉન્ડ રિપોર્ટ‎:બુકિંગ કરાવ્યાના 50 કલાકે પાલિકાનું એક ટેન્કર પાણી પહોંચે છે , રોજની 20થી વધુ ડિમાન્ડ સામે માત્ર 12 ફેરા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment