Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રાઉન્ડ રિપોર્ટ‎:બુકિંગ કરાવ્યાના 50 કલાકે પાલિકાનું એક ટેન્કર પાણી પહોંચે છે , રોજની 20થી વધુ ડિમાન્ડ સામે માત્ર 12 ફેરા

    15 hours ago

    પાટણ શહેરમાં ઘણાં વિસ્તારમાં પૂરતું પાણી ના મળતા અથવા પાઇપલાઇનમાં ભંગાણ થવાના કારણે પીવાના અને ઘર વપરાશના પાણીની તીવ્ર અછત સર્જાઈ રહી છે. જેની સામે નગરપાલિકા દ્વારા વૈકલ્પિક પાણી વિતરણ કરવા માટે ઉભી કરેલ વોટર ટેન્કર સર્વિસમાં હાલમાં પાલિકા પાસે ઉપલબ્ધ બે ટેન્કરોમાંથી એક ટેન્કર લીકેજ થઈ જતાં તેને બંધ કરવાની ફરજ પડી છે. પરિણામે, માત્ર એક જ ટેન્કરના ભરોસે આખા શહેરને પાણી પહોંચાડવાની સ્થિતિ ઊભી થઈ હોય જેને લઇ પહોંચી ના વળતા રહીશોને ટેન્કર મેળવવામાં ભારે પ્રતીક્ષા કરવી પડી રહી છે. શહેરના પદ્મનાભ વિસ્તાર, અંબાજી નેળીયું, નિર્માણ નગર અને ઊંઝા ત્રણ રસ્તા તેમજ ટીબી ત્રણ રસ્તા જેવા વિસ્તારોમાંથી સૌથી વધુ પાણીના ટેન્કર માટેની માંગ ઉઠી રહી છે. પાલિકા પીવાના પાણી અને ઘરવપરાશ માટે રૂ. 200 તથા મકાન બાંધકામ કે કોમર્શિયલ હેતુ માટે રૂ. 350 ચાર્જ વસૂલે છે. રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા શિવમભાઈ પટ્ટણી એ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પૂરતું પાણી ન આવતું હોવાથી ઘરવપરાશ માટે ટેન્કર મંગાવવાની ફરજ પડી હતી. બુકિંગ કરાવ્યાના પૂરા 50 કલાકે ટેન્કર આવ્યું હતું! તેઓએ રવિવારે સવારે 9:00 વાગે નોંધાવ્યો જે મંગળવારે 11:00 વાગે તેમના ઘરે આવ્યું હતું. રોજ 20થી વધુ ફોન, માત્ર 12 જ બુકિંગ પાલિકા ખાતે બે શિફ્ટમાં (સવારે 6થી 2 અને બપોરે 2થી રાત્રે 10) ડ્રાઇવરો ફરજ બજાવે છે. દિવસ દરમિયાન માત્ર 12 ફેરા જ શક્ય બને છે. હેલ્પલાઇન નંબર (02766 233232) પર રોજ 20થી વધુ બુકિંગ માટે કોલ આવે છે, પરંતુ 12 ફેરા પૂરા થતાં જ કર્મચારીઓ અત્યારે નોંધણી બંધ છે, કાલે ફોન કરજો કહીને બુકિંગ લેવાની ચોખ્ખી ના પાડી દે છે. મોડી રાત સુધી સર્વિસ ન આપી શકાતી હોવાથી બૂમરાડ ન થાય તે માટે કર્મચારીઓ નામો નોંધવાનું ટાળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ઘટી:મનપા ચૂંટણીમાં હવે 90 મતદાન મથકો સંવેદનશીલ, સમીક્ષા બાદ 39 ઘટ્યાં
    Next Article
    'Didn't Even Know One Song': Kishore-Kumar Fan Abhishek Bachchan Attended Ariana Grande Concert For Daughter Aaradhya

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment