Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાજપોર જેલમાં VIP ટ્રીટમેન્ટનો પર્દાફાશ:11 મોબાઈલ મળતાં 2 હવાલદાર, 3 સુબેદાર અને 3 સિપાહી સસ્પેન્ડ, જેલરની બદલી, 3 માથાભારે કેદી ટ્રાન્સફર

    13 hours ago

    સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં હોટેલ જેવી સવલતો અને ચાલતા ગેરકાયદે ગોરખધંધા સામે આખરે વડી કચેરી દ્વારા કડક શિસ્તભંગનાં પગલાં ભરવામાં આવ્યા છે. અમદાવાદની સ્પેશિયલ જેલ ઝડતી સ્ક્વોડે પાડેલા સરપ્રાઇઝ દરોડા દરમિયાન બેરેકમાંથી 11 એન્ડ્રોઇડ-મોબાઈલ મળી આવ્યા હતા. કેદીઓને અપાતી લક્ઝુરિયસ ટ્રીટમેન્ટ અને ખુલ્લેઆમ ચાલતા વહીવટનો પર્દાફાશ થતાં સમગ્ર જેલ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ મામલે વડી કચેરીની ગુપ્ત તપાસમાં તમામ ગંભીર આરોપો સાચા સાબિત થતાં તાત્કાલિક ધોરણે 2 હવાલદાર, 3 સુબેદાર અને 3 સિપાહીને સસ્પેન્ડ કરાયા હતા. કેદીઓ સાથે મિલીભગત અને VIP ટ્રીટમેન્ટ આપવા બદલ સસ્પેન્શન જેલ પ્રશાસન દ્વારા ફરજમાં દાખવેલી અક્ષમ્ય બેદરકારી અને માથાભારે કેદીઓ સાથે મિલીભગત રાખવાના આરોપસર આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જેલના નિયમો અને કાયદાના લીરેલીરા ઉડાવીને કેદીઓને પાન-મસાલા, સિગારેટથી માંડીને આરામદાયક સાધનો પૂરા પાડવામાં આવતા હતા. એટલું જ નહીં, કેદીઓ જેલ પરિસરમાં બિન્દાસ્ત મોબાઈલ પર વાતો કરતાં પણ ઝડપાયા હતા. અમુક ચોક્કસ 'કેશિયર કેદીઓ' સાથે સાંઠગાંઠ રચી જેલની સુરક્ષા જોખમમાં મૂકવા બદલ કર્મચારીઓને ઘરભેગા કરવામાં આવ્યા છે. જેલર કે.જે. ધારગેની બદલી કર્મચારીઓના સસ્પેન્શનની સાથે સાથે લાજપોર જેલના જેલર કે.જે. ધારગે સામે પણ બદલીના આદેશ છૂટ્યા છે. રાજ્યના જેલરોની વહીવટી બદલી અંતર્ગત સુરતના જેલર કે.જે. ધારગેને તાત્કાલિક અસરથી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે બદલી દેવાયા છે. જેલની અંદર ચાલતી ગેરરીતિઓમાં સુપરવિઝનની ખામી અને બેદરકારીને ધ્યાને રાખી ઉચ્ચ કક્ષાએથી આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી અન્ય અધિકારીઓ અને સ્ટાફમાં પણ કડક સંદેશ પહોંચ્યો છે. વહીવટ ચલાવતા 3 કેદીઓને પણ અન્ય જેલમાં ધકેલાયા જેલમાં અંદરખાને વહીવટ કરતા અને સવલતો ભોગવતા ત્રણ માથાભારે કેદીઓને પણ તાત્કાલિક અસરથી રાજ્યની અન્ય જેલોમાં ટ્રાન્સફર કરી દેવાયા છે. જેમાં બિપિન નટવર શર્મા (કેદી નં. 2410)ને પાલારા ખાસ જેલ, કૈલાસ જીવતરામ રાજાણી (કેદી નં. 2576)ને વડોદરા મધ્યસ્થ જેલ અને પ્રશાંત ચંદ્રકાંત રાજપૂત (કેદી નં. 98388)ને પોરબંદર ખાસ જેલ ખાતે ખસેડી દેવામાં આવ્યા છે. આ કડક સપાટા બાદ જેલ પરિસરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે.
    Click here to Read More
    Previous Article
    પીએમ મોદીએ દિલ્હીના વિનાયક મંદિરમાં પૂજા કરી:દેશભરના કાર્યકર્તાઓ સાથે વર્ચ્ચુઅલી વાત કરશે, વડનગરમાં સેવા જ્યોતિ યાત્રાનું સમાપન; અમદાવાદમાં પણ કાર્યક્રમ
    Next Article
    વડોદરામાં એક્ટિવા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત:મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા સવાર માતા-પુત્રીને અકસ્માત નડ્યો, માતાને માથાના ભાગે ગંભીર ઇજા, કારચાલક કાર મૂકી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment