Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિંબાયતના સંજયનગરમાં કાળા તેલ જેવું દૂષિત પાણી યથાવત્:અધિકારીઓ કોર્પોરેટરની સૂચના પણ ઘોળીને પી ગયા, સુરતના આળસુ તંત્રની પોલ ખુલી?

    1 week ago

    સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનનું વહીવટી તંત્ર સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે કેવા નિર્લજ્જ ચેડાં કરી રહ્યું છે તેનો વરવો નમૂનો સંજયનગર વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. પીવાના પાણીની લાઈનમાં ગટરનું કાળું, ઓઈલ જેવું અને અસહ્ય દુર્ગંધ મારતું પાણી આવવાની ગંભીર સમસ્યા અંગે અગાઉ અહેવાલ પ્રસિદ્ધ થવા છતાં અને સ્થાનિક કોર્પોરેટરે ખુદ સ્થળ તપાસ કરી તંત્રને આડે હાથ લીધા છતાં સ્થિતિ ‘જૈસે થે’ રહી છે. પાલિકાના બેજવાબદાર અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિની સૂચનાઓને પણ ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. અધિકારીઓ પોતાની મનમાની કરવામાં મસ્ત છે- કોર્પોરેટર સ્થાનિક રહીશો છેલ્લા એક મહિનાથી દૂષિત પાણીની સમસ્યા અંગે સ્થાનિક કચેરીથી માંડી ઉચ્ચ સ્તરે લેખિત અને મૌખિક રજૂઆતો કરી રહ્યા છે. તેમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા અધિકારીઓએ સમસ્યા ઉકેલવાની સાદી તસ્દી સુદ્ધાં લીધી નથી. સામાન્ય નાગરિકોની ફરિયાદોને કચરાપેટીમાં ધકેલી દેવાની ટેવ ધરાવતા તંત્ર સામે આખરે રહીશોએ વોર્ડ નંબર 25ના કોર્પોરેટર સંજયભાઈ પાટીલને બોલાવ્યા હતા. કોર્પોરેટરની રૂબરૂ મુલાકાત વખતે નળમાંથી નીકળતું ઝેરી પાણી જોઈ અધિકારીઓએ ‘સોમવારે કેમેરા ઉતારી લાઈન રિપેર કરવાની’ પોકળ ખાતરી આપી હતી. પરંતુ આજે પરિસ્થિતિ વધુ વણસી છે. આજે ફરી ગંદુ પાણી આવતા રોષે ભરાયેલા સ્થાનિકોએ કોર્પોરેટરને સ્થળ પર બોલાવ્યા હતા. લોકોના આક્રોશ વચ્ચે ખુદ કોર્પોરેટર પણ લાલઘૂમ થઈ ગયા હતા, પરંતુ બાબુશાહી સામે જનપ્રતિનિધિની વગ પણ વામણી સાબિત થઈ રહી હોય તેમ જણાય છે. કોર્પોરેટરે ઉગ્ર આક્રોશ સાથે દાવો કર્યો હતો કે, એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘જળ શક્તિ’ અને ‘હર ઘર જળ’ થકી શુદ્ધ પાણી પહોંચાડવાના દાવા કરાય છે, ત્યારે બીજી તરફ પાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. અધિકારીઓ પોતાની મનમાની કરવામાં મસ્ત છે. રોગચાળો ફાટી નીકળે તો તેનો જવાબદાર કોણ રહેશે? 'એક મહિનાનો સમય વીતી જવા છતાં તંત્ર ટેકનિકલ ખામી કે ફોલ્ટ શોધી શક્યું નથી, જે અધિકારીઓની સાવ નધણિયાતી અને નઘરોળ કાર્યશૈલી છતી કરે છે. ડ્રેનેજ મિક્સિંગવાળું દૂષિત પાણી લોકોના ઘરોમાં પહોંચી રહ્યું છે, જેના કારણે વિસ્તારમાં કમળો, ટાઈફોઈડ અને કોલેરા જેવા જીવલેણ રોગચાળો ફાટી નીકળે તો તેનો જવાબદાર કોણ રહેશે?'
    Click here to Read More
    Previous Article
    મોટેરાની એગ્રિકલ્ચર ઝોનની જમીનને રહેણાંક ઝોનમાં ફેરવવાની મંજૂરી:નવી ટીપી સ્કીમો જાહેર થશે, અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સને લઈને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની તૈયારીઓ
    Next Article
    સુરેન્દ્રનગરમાં 3 દિવસ વેરાવળ રૂટની 6 ટ્રેનોના સમય ખોરવાશે:​7થી 9 ઓક્ટોબર દરમિયાન દરરોજ 3 કલાકનો ટ્રાફિક અને પાવર બ્લોક લેવાશે, મુસાફરો ટ્રેનનું શિડ્યુલ ચકાસીને નીકળજો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment