Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટેરાની એગ્રિકલ્ચર ઝોનની જમીનને રહેણાંક ઝોનમાં ફેરવવાની મંજૂરી:નવી ટીપી સ્કીમો જાહેર થશે, અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સને લઈને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની તૈયારીઓ

    1 week ago

    આગામી વર્ષ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારને સ્પોર્ટ્સ માટે ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજે મળેલી ઔડાની બેઠકમાં મોટેરા વિસ્તારમાં આવેલી કેટલીક જમીનોને એગ્રીકલ્ચર ઝોનમાંથી રહેણાંક ઝોનમાં ફેરવવા માટેની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. જમીનોને રહેણાંક ઝોન-1(R1)માં ફેરવવા માટેની બેઠકમાં મંજૂરી ઔડા CEO મીરાંત પરીખે જણાવ્યું હતું કે, વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકે અમદાવાદ શહેર જયારે સુસજ્જ થઇ રહ્યું છે ત્યારે અમદાવાદ તથા ઔડા વિસ્તારોમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફાસ્ટ્રક્ચરના નિર્માણની કામગીરી કરવામાં આવી રહી છે છે. આ કામગીરીના ભાગરૂપે Gujarat sports Infrastructure Development Company Limited (GSID) દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની તેમજ સરકારની માલિકીની જમીનોનો સમાવેશ કરી, સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનાવવામાં આવનાર છે. 'આંતરરાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં રમતગમતનું સ્ટેડિયમ અને તેને સંલગ્ન ઉપયોગ માટે પુરતા પ્રમાણમાં બાંધકામ મળી રહે તે હેતુસરથી મોટેરાના રેવન્યુ સર્વે નં./ બ્લોક નં.282/અ/પૈકીની જનરલ એગ્રીકલ્ચર ઝોન-1 (A1) સમાવિષ્ટ જમીનોને રહેણાંક ઝોન-1(R1)માં ફેરવવા માટેની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. મોટેરા રેવન્યુ સર્વે નંબરની જમીનને હવે રહેણાંક કરવામાં આવતા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત ત્યાં ટીપી સ્કીમ પડવાથી નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વેગ મળશે.'
    Click here to Read More
    Previous Article
    માતાનામઢ જતા પદયાત્રિકો માટે મિરઝાપર રોડ પર સેવા કેમ્પ શરૂ:‘માં આશાપુરા સેવા સંકલ્પ’ કેમ્પમાં મિલેટ ફૂડ, મેડિકલ સેવા અને રાત્રિ રોકાણની સુવિધા
    Next Article
    લિંબાયતના સંજયનગરમાં કાળા તેલ જેવું દૂષિત પાણી યથાવત્:અધિકારીઓ કોર્પોરેટરની સૂચના પણ ઘોળીને પી ગયા, સુરતના આળસુ તંત્રની પોલ ખુલી?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment