Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 3 દિવસ વેરાવળ રૂટની 6 ટ્રેનોના સમય ખોરવાશે:​7થી 9 ઓક્ટોબર દરમિયાન દરરોજ 3 કલાકનો ટ્રાફિક અને પાવર બ્લોક લેવાશે, મુસાફરો ટ્રેનનું શિડ્યુલ ચકાસીને નીકળજો

    1 week ago

    ​પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ આવેલા સુરેન્દ્રનગર સ્ટેશન પર રેલવે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. સુરેન્દ્રનગર સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજના ચોથા સ્પાનના ગર્ડર લોન્ચિંગ માટે આગામી 7 થી 9 ઓક્ટોબર દરમિયાન દરરોજ 3 કલાકનો ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવશે. આ મેગા બ્લોકના કારણે વેરાવળ તરફ જતી તથા આવતી કેટલીક 6 ટ્રેનોના સંચાલન પર અસર પડશે. જેમાં કેટલીક ટ્રેનો માર્ગમાં મોડી પડશે તો કેટલીક ટ્રેનો રવાના થવાના સમયમાં ફેરફાર (રીશેડ્યુલ) કરવામાં આવ્યો છે. આ ટ્રેન આશરે 2 કલાક મોડી ચાલશે ​તિરુવનંતપુરમ સેન્ટ્રલ–વેરાવળ એક્સપ્રેસ ટ્રેન 7 ઓક્ટોબરે માર્ગમાં આશરે 2 કલાક મોડી ચાલશે. તેમજ ઇન્દોર–વેરાવળ મહામના એક્સપ્રેસ ટ્રેન 7 ઓક્ટોબરે આશરે 1 કલાક 20 મિનિટ મોડી ચાલશે. જયારે જબલપુર–વેરાવળ એક્સપ્રેસ ટ્રેન 7 ઓક્ટોબરે 1 કલાક અને 8 ઓક્ટોબરે દોઢ કલાક રેગ્યુલેટ કરવામાં આવશે. આ ટ્રેન નિર્ધારિત સમય કરતાં 2 કલાક મોડી ઉપડશે ઉપરાંત ગાંધીનગર કેપિટલ–વેરાવળ ઇન્ટરસિટી ટ્રેન ગાંધીનગર કેપિટલથી પોતાના નિર્ધારિત સમય કરતાં 2 કલાક મોડી ઉપડશે. તેમજ વેરાવળ–ગાંધીનગર કેપિટલ ટ્રેન વેરાવળથી પોતાના નિર્ધારિત સમય કરતાં 2 કલાક મોડી રવાના થશે. જેથી રેલવે દ્વારા ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રિયલ-ટાઈમ લોકેશનની માહિતી મેળવવા માટે અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    લિંબાયતના સંજયનગરમાં કાળા તેલ જેવું દૂષિત પાણી યથાવત્:અધિકારીઓ કોર્પોરેટરની સૂચના પણ ઘોળીને પી ગયા, સુરતના આળસુ તંત્રની પોલ ખુલી?
    Next Article
    Banaskantha News | ભાજપ નેતા તરુણ ચુગે કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધનના નેતાઓ પર આકરા પ્રહાર |Politics

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment